સરકારી અનાજ, સસ્તા અનાજની દુકાનના ધારકોનું અસહકાર આંદોલન
(એજન્સી)ગાંધીનગર, આજથી ગુજરાતના ૩૨ લાખ રેશનકાર્ડ ધારકને સરકારી અનાજ નહીં મળે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનના ધારકો હવે લડી લેવાના મૂડમાં છે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનદારો અસહકાર આંદોલન પર ઉતર્યા છે. જાે કે અસહકાર આંદોલનની અસર રેશનકાર્ડ ધારકો પર પડશે. તેમને સરકારી અનાજ નહીં મળી શકે.
ગુજરાતના ૧૭ હજાર સસ્તા અનાજ દુકાનદારો વિવિધ પડતર માગણી ઓને લઈને આજથી અસહકાર નું આંદોલન શરુ કર્યું છે અને હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને આજે રેશન સંચાલકોએ રેશન દુકાનમા અનાજ – ખાંડ – તેલનો જથ્થો ના ઉતારીને જાહેર વિતરણ વ્યવસ્થાથી અડગા રહ્યા.
દુકાનદારોની માગ છે કે ૨૦ હજાર જેટલું કમિશન દુકાનદીઠ તેમજ એક કિલો ઘટ ગણવી એક બોરીએ અને વારંવાર ખોરવાતા સર્વર ની ખામીઓ સહિત વિવિધ મુદ્દે સમસ્યા હલ કરવી. જે બાબતે દુકાનદારો અને એસોસિએશને સરકારમાં એક વર્ષથી રજુઆત કરવા છતાં વિવિધ પડતર માગણીઓ ન સંતોષાતા આજથી દુકાનદારો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યા.
જેને લઈને રેશન દુકાન બંધ રહેતા ગરીબ વગર અનાજ ક્યાંથી લેશે તેને લઈને પ્રશ્ન સર્જાયો. જ્યાં રેશનકાર્ડ ધારકે સરકારને આ બાબતે ધ્યાન આપવા અપીલ કરી. ૧૭ હજાર સસ્તા અનાજ દુકાનદાર હડતાળ પર ઉતર્યા છે. જેમાં મોટા ભાગના લોકોએ બંધ પાડ્યું.
જાેકે કેટલાક દુકાન શરૂ રાખી હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં રબારી કોલોની વિસ્તારમાં એક દુકાન શરૂ જાેવા મળી. જ્યાં દુકાન ધારકે પૂજા કરવા દુકાન ખોલી હોવાનું કારણ દર્શાવ્યું. જે દુકાન ધારકને એસોસિએશન દ્વારા હડતાળમાં સહકાર આપવા પણ જણાવ્યું હતું.