પિંક કલરના બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીએ એકદમ હોટ પોઝ આપ્યા

મુંબઈ, ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી હાલમાં ફિલ્મ સિટીમાં જાેવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે નોરા ફતેહી તસવીરો કેમેરામાં કેદ કરી હતી અને આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોરા ફહેતીનો બોલ્ડ લુક આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નોરા ફતેહી અત્યારે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં જજ તરીકે જાેવા મળી રહી છે.
આવી સ્થિતિમાં આ એક્ટ્રેસ આ શોના શૂટિંગ માટે સેટ પર પહોંચી. જ્યાં તેને ફોટોગ્રાફર્સે ઘેરી લીધી હતી. નોરા આ દરમિયાન એકદમ સ્ટાઈલિશ દેખાતી હતી. વાયરલ થયેલી તસવીરોમાં તમે જાેઈ શકો છો કે નોરા ફતેહી આ દરમિયાન પિંક કલરનો બોડીકોન ગાઉનમાં જાેવા મળી રહી છે.
નોરાના આ ગાઉનમાં હેવી મિરર વર્ક છે જે તેને હદથી વધારે સ્ટાઈલિશ બનાવે છે. આ દરમિયાન નોરા પોતાના લુકને ઘણા શાનદાર અને ડેયરિંગ અંદાજમાં ફ્લોન્ટ કરતી જાેવા મળી.
નોરાએ પોતાના આ સ્ટાઈલિશ લુકને ઈયર રિંગ્સ સાથે પૂરો કર્યો. તે સાથે જ એક્ટ્રેસે આ લાઈટ કલરના ડ્રેસની સાથે સિલ્વર મેકઅપ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નોરા ફતેહી પોતાના સેન્સેશનલ ડાન્સની સાથે પોતાના ડેયરિંગ બોલ્ડ લુક્સને લઈને હંમેશાં છવાયેલી રહે છે. નોરા ફતેહીની તસવીરોની ફેન્સ આતુરતાથી રાહ જાેતા હોય છે.SS1MS