અમે નોર્થ ઈસ્ટમાં વિકાસનો કોરિડોર બનાવી રહ્યા છીએઃ વડાપ્રધાન
મેઘાલયમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા 4G ટાવર સમર્પિત કર્યા, જેમાંથી ૩૨૦થી વધુ પૂર્ણ થયા અને લગભગ ૮૯૦ બાંધકામ હેઠળ
શિલોંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે મેઘાલયના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજિજુ, કેન્દ્રીય પ્રધાનો સર્બાનંદ સોનોવાલ
અને જી કિશન રેડ્ડી, તમામ પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં પીએમ મોદીની સામે કાઉન્સિલની ૫૦ વર્ષની સફર પર એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ૫૦ વર્ષમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમાં દ્ગઈઝ્રના યોગદાનનો ઉલ્લેખ કરતી સ્મારક પુસ્તક ‘ગોલ્ડન ફૂટપ્રિન્ટ્સ’નું વિમોચન કર્યું હતું. રાજ્યમાં રૂ. ૨,૪૫૦ કરોડથી વધુના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
તેમણે અહીં ૪ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થશે. મેઘાલયમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા માટે, રાજ્યને ૪ય્ ટાવર સમર્પિત કર્યા, જેમાંથી ૩૨૦ થી વધુ પૂર્ણ થયા છે અને લગભગ ૮૯૦ બાંધકામ હેઠળ છે.
ઁસ્ એ ઉમસાવલી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (ૈંૈંસ્) શિલોંગનું ઉદ્ઘાટન કર્યું. શિલોંગમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે ‘સ્પોન લેબોરેટરી’ અને એક સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે શિલોંગથી જ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં ૨૧ હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ શિલોંગ ટેક્નોલોજી પાર્કના ફેઝ ૨નો શિલાન્યાસ પણ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કતારમાં ફિફા વર્લ્ડ કપની ફાઈનલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે એક સંયોગ એવો બન્યો છે કે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ થવાની છે, હું ફૂટબોલ ગ્રાઉન્ડ પર છું, હું તમારી સાથે જ વાત કરું છું. તેમણે કહ્યું, ‘જ્યારે ફૂટબોલનો આપણને બધાને જકડી રહ્યો છે,
ત્યારે હું તમારી સાથે ફૂટબોલના સંદર્ભમાં કેમ વાત ન કરું? ફૂટબોલની રમતમાં, જ્યારે કોઈ ખેલાડી રમતની વિરુદ્ધ જાય છે, ત્યારે તેને લાલ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવે છે. એ જ રીતે, છેલ્લા ૮ વર્ષમાં, અમે પૂર્વોત્તરના વિકાસમાં અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે. ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ ખતમ કરવાનું કામ કર્યું છે.
આપણા માટે, વિકાસ માત્ર શિલાન્યાસ પૂરતો મર્યાદિત નથી, કારણ કે અગાઉ ફક્ત રિબન કાપીને ફોટોગ્રાફ લેવામાં આવતા હતા. કામ નહોતું થતું. અમે શિલાન્યાસ પણ કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ કરીએ છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે કતારમાં આજની રમત જાેઈ રહ્યા છીએ અને મેદાન પર વિદેશી ટીમોને જાેઈ રહ્યા છીએ. પરંતુ મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તે દિવસ દૂર નથી જ્યારે આપણે ભારતમાં સમાન રમતોત્સવ ઉજવીશું અને ત્રિરંગો લહેરાવીશું.
૨૦૧૪ પહેલા પણ વિકાસ થતો હતો, પરંતુ હવે શું બદલાયું છે? આપણી ધીરજ, પ્રાથમિકતાઓ અને કાર્ય સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનથી પરિણામોમાં પણ પરિવર્તન આવ્યું છે. અંતિમ ધ્યેય તમામ પ્રદેશો માટે સીમલેસ કનેક્ટિવિટી અને સમાવેશી વૃદ્ધિ પ્રદાન કરવાનો છે. આજે કેન્દ્ર સરકાર રમતગમતને લઈને નવા અભિગમ સાથે આગળ વધી રહી છે, નોર્થ ઈસ્ટને તેનો ફાયદો થયો