નોર્થ કોરિયાએ અચાનક છોડી દીધી ૩ બેલેસ્ટિક મિસાઇલ
નવી દિલ્હી, નોર્થ કોરિયા તરફથી બેલેસ્ટિક મિસાઇલ છોડાયા બાદ સાઉથ કોરિયાથી લઇને જાપાન સુધી હડકંપ મચી ગયો છે. આ પછી જાપાનમાં રેડ સાયરન વાગવા લાગ્યુ તો વળી બીજીબાજુ સાઉથ કોરિયા પણ ભડકી ઉઠ્યુ હતુ.
સાઉથ કોરિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ પ્યોંગયોંગની તાજા ઉકસાવાપૂર્ણ કાર્યવાહી પર તાત્કાલિક પગલુ ભરવાનો આદેશ આપ્યો છે. આની સાથે જ, સાઉથ કોરિયાની જલ સીમાની પાસે બેલેસ્ટિક મિસાઇલ પડ્યાના થોડાક સમય બાદ જ નોર્થ કોરિયા તરફથી કમ સે કમ ૧૦ અલગ અલગ રીતની મિસાઇલ છોડવામાં આવી, સિયોલ મિલિટ્રીએ પહેલીવાર આની પુષ્ટી કરી છે.
નોર્થ કોરિયાની મિસાઇલ લૉન્ચે પૂર્વી એશિયામાં યુદ્ધના ખતરાને વધુ ઘેરુ કરી દીધુ છે. બુધવારે ૨ નવેમ્બર, ૨૦૨૨ સવારે સાઉથ કોરિયાના કેટલાક શહેરોમાં અચાનક એર રેડ સાયરન સંભળાવવા લાગ્યા, કારણ હતુ નોર્થ કોરિયા તરફથી છોડવામાં આવેલી ૩ બેલેસ્ટિક મિસાઇલો.
જાેકે, બીજીવાળી આ SRBM મિસાઇલ કોઇ વસ્તીવાળા વિસ્તારમાં નહીં પરંતુ પૂર્વીય સાગરમાં પડી. સાઉથ કોરિયા સરકાર અનુસાર, આ મિસાઇલો નોર્થ કોરિયાના શહેર વૉનસનમાં કે તેની આસપાસની સાઇડમાં છોડવામાં આવી હતી, અર્લી વૉર્નિંગ સિસ્ટમએ સ્થાનિક સમય અનુસાર, ૮ઃ૫૧ પર આની જાણકારી આપી હતી, ત્રણ મિસાઇલોમાથી એક ઉત્તરીય સીમા રેખા (એનએલએલ)ની નજીક સમુદ્રમાં પડી.
વળી, એક અન્ય મિસાઇલ સાઉથ કોરિયાના શહેર સોક્ચોથી ૫૭ કિલોમીટર પૂર્વમાં સમુદ્રમાં પડી. ત્રીજી મિસાઇલ સુમદ્રમાં પડતા પહેલા ઉલેલુંગ દ્વીપ તરફથી વધી જેના કારણે વિસ્તારમાં એર રેડ સાયરન વાગવા લાગ્યા. નોર્થ કોરિયાના આ તાજા મિસાઇલની આ કાર્યવાનીને સોમવારથી શરૂ થઇ સાઉથ કોરિયા અને અમેરિકાના ૫ દિવસીય સંયુક્ત એર અભ્યાસ સાથે જાેડીને જાેવામાં આવી રહી છે.
જાપાને હવે ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે. મંગળવારે મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાજૂ માત્સુનોએ બતાવ્યુ કે જાપાન મિસાઇલોના વિકેસમાં સામેલ સમૂહોની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ વધારાના પ્રતિબંધો લગાવશે.
માત્સુનોએ કહ્યું – અમે ઉત્તર કોરિયાની વારંવારની ઉકસાવનારી કાર્યવાહીને સહન નથી કરી શકતા, જેનાથી જાપાનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો છે.
જાપાને નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો ત્યારે લીધો જ્યારે ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત મિસાઇલો ટેસ્ટિંગ કરી રહ્યું છે. સ્થિતિ એટલી બગડી ગઇ છે કે ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઇલો ફાયર ટેસ્ટિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે.
આ પછી જાપાનમાં સુરક્ષાને લઇને સ્થિતિ ચિંતાજનક બની ગઇ હતી. જાપાનને ઇમર્જન્સી એલર્ટ સુધી જાહેરાત કરવી પડી હતી. આ જ કારણ છે કે હવે જાપાને ઉત્તર કોરિયા વિરુદ્ધ નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે.
આ પહેલા, એપ્રિલ મહિનામાં પણ જાપાને ઉત્તર કોરિયા પર મિસાઇલ ડેવલપમેન્ટને લઇને પ્રતિબંધો લગાવ્યા હતા, સરકારે પ્યાૅંગપાંગના પરમાણું અને મિસાઇલ વિકાસ કાર્યક્રમોમાં સામેલ થવા માટે ચાર રશિયન વ્યક્તિઓની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધોનો વિસ્તાર કર્યો હતો.SS1MS