અમેરિકાને પરમાણુ યુધ્ધની ચીમકી આપી દીધી આ દેશના તાનાશાએઃ આ છે કારણ

અમેરિકા- દક્ષિણ કોરિયાના બોમ્બરોની જાપાન સાગરમાં ગશ્ત-અમેરિકા- દક્ષિણ કોરિયાની એરફોર્સની સંયુક્ત કવાયતથી ઉત્તર કોરિયાના કીંમ જોંગ લાલઘૂમ
નવી દિલ્હી, ત્રીજા વિશ્વ યુધ્ધના સંભવિત ભણકારા વચ્ચે અમેરિકા- ઉત્તર કોરિયા વચ્ચે જાપાન મહાસાગરમાં ટેન્શનનું વાતવારણ સર્જાયુ છે અમેરિકા- દક્ષિણ કોરિયાની જોઈન્ટ એર એકસરસાઈઝથી ઉત્તર કોરિયાના તાનાશા કીમ જોંગ ભારે ગુસ્સામાં છે અને તેણે અમેરિકાને પરમાણુ યુધ્ધની ચીમકી આપી દીધી છે.
તાજેતરમાં જ અમેરિકા- દક્ષિણ કોરીયાની એરફોર્સની સંયુક્ત ક્વાયત હાથ ધરાઈ હતી આમ તો અલગ અલગ દેશો વચ્ચે આ પ્રકારે લશ્કરી સંયુક્ત કવાયતો હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં ઉત્તર કોરિયા- અમેરિકા વચ્ચે ચમકનું વાતાવરણ જોવા મળી રહયું છે ત્યારે બંને દેશોની સંયુક્ત કવાયતથી ઉત્તર કોરિયા ભારે આક્રોશમાં છે અને તેણે જણાવ્યુ છે કે તેનાથી આ વિસ્તારની સ્થિરતા જોખમાશે. North Korea’s Kim Jong Un is shocked by joint US-South Korean air force exercises
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યુ હતું. બીજી તરફ અમેરિકા દ્વારા ઓસ્ટ્રેલિયાને પરમાણુ પનડુબ્બી આપવાની વાત સપાટી પર આવતા જ ઉત્તર કોરિયા આગામી દિવસોમાં આક્રમ બને તેમ મનાઈ રહયું છે. ઉત્તર કોરિયા-રશિયાની ધરી સામે અમેરિકા- દક્ષિણ કોરિયાની ધરી ઉભી થઈ છે. આમ તો લાંબા સમયથી અમેરિકા અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે આગળ વધી રહયા છે
અમેરિકા- દક્ષિણ કોરિયાના બોમ્બરોએ જાપાન સાગરમાં ઉડાન ભીર હતી. અમેરિકાના એફ-૧૬ અને બી-૧૮ પ્રકારના આધુનિક બોમ્બરો અને સાઉથ કોરિયાના એફ-૩પ અને એફ-૧પ એ જાપાન સાગર પરથી માર્ચ કરતા ઉત્તર કોરિયા ટેન્શનમાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રંપની તાજશોપી પછી સાઉથ કોરિયા- નોર્થ કોરિયા વચ્ચે ઘર્ષણ વધે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.
ઉત્તર કોરિયા- રશિયાની ધરી યુક્રેન યુધ્ધમાં જોવા મળી રહી છે. જયારે અમેરિકા- દક્ષિણ કોરિયા ખૂબજ મજબૂતાઈથી આગળ વધી રહયા છે. આવા સંજોગોમાં અમેરિકા- દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયાના સંયુક્ત જોડાણથી કીમ જોંગ લાલઘૂમ થઈ ગયા છે તેની અસર સાઉથ કોરિયા સામે જોવા મળશે તેવુ હાલના તબક્કે અનુમાન લગાવવામાં આવી રહયું છે.