હિટ એન્ડ રન નહીં, પ્લાનિંગથી કરાયેલી હત્યા છે
જૂનાગઢ, જૂનાગઢ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ઘટનાની તપાસ કરતા નવો જ વળાંક આવ્યો છે. હીટ એન્ડ રન અકસ્માત નહી પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને શંકા જતાં ઊંડાપૂર્વકની તપાસ કરતાં કંઇક અલગ જ સત્ય સામે આવતાં ચકચાર મચી છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે ગાડી દ્વારા મહિલાને ઉડાવવામાં આવી હતી.
જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ફિલ્મી વળાંક આવ્યો છે. કારચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું. જે મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલસી તપાસમાં સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ ગયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ઘટનાની તપાસ કરતા નવો જ વળાંક આવ્યો છે.
હીટ એન્ડ રન અકસ્માત નહી પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લગભગ ચાર દિવસ પહેલા જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં હસીનાબેન ચૌહાણનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રથામિક તપાસમાં આ સમગ્ર મામલો અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસે શંકાને આધારે સીસીટીવી ફૂટે જ તપાસ્યા હતા. જે બાદ કારના નંબરના આધારે પોલીસ કારચાલક સુધી પહોંચી હતી અને તેની સધન તપાસ હાથ ધરી હતી.
પોલીસે કારચાલક આદિલ ખાનની પૂછપરછ હાથ ધરતાં હકિકત સામે આવી હતી કે, મૃતક મહિલા આરોપીના સંબંધમાં અને વ્યવહારમાં આડે આવતી હોઇ આરોપી આદિલખાને હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપીએ કાર દ્વારા પાછળથી મહિલાને ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો.SS1MS