શશી થરૂરને અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા એકેય સિનીયર નેતા ફરક્યા નહિં
શશિ થરુરને ગુજરાત કોગ્રેસનો જાકારો સીનીયર નેતાઓ અને ડેલીગેટસ ગાયબ
(એજન્સી)અમદાવાદ, કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદની ચુંટણીના ઉમેદવાર એવા સાંસદ શશી થરૂર બુધવારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જાેકે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પ્રદેશના એકેય સીનીયર નેતા ફરકયા નહોતા. એટલું જ નહી પરંતુ ૪૦૯ ડેલીગેટ સાથે બેઠક યોજવાની હતી. Not a single senior leader turned up to welcome Shashi Tharoor at the Ahmedabad airport
જાેકે તેમાંય માંડ ૧૦ થી ૧૪ ડેલીગેટ હાજર રહયા હતા. જે કોઈ થરૂર પોતે અચંબામાં પડયા હતા. એક રીતે ગુજરાતમાંથી થરૂરને વોટ નહી મળે તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા છે. એક તરફ પક્ષમાં લોકશાહી વ્યવસ્થાની વાત કરાય છે ત્યાં જ અવ્યવસ્થા જાેવા મળી હતી. શશી થરૂરે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ ગણ્યાગાંઠયા ડેલીગેટસને મળ્યા હતા. પત્રકાર પરીષદમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ માટે બલીદાન આપનાર ગાંધી પરીવાર એ કોગ્રેસ પક્ષ માટે મુડી છે. કોઈ પણ અધ્યક્ષ બને તે ગાંધી પરીવારથી દુર રહેવા નહી માગે, બે ઉમેદવારોમાંથી કોઈપણ જીતે અંતે કોગ્રેસ પક્ષ વધુ મજબુત થશે. સમગ્ર દેશમાં કોગ્રેસ એકમાત્ર રાજકીય પ,ક્ષ છે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી પારદર્શીક પ્રણાલીથી થાય છે.