Western Times News

Gujarati News

નડિયાદમાં ૩ આંગણવાડીમાં શાળા પ્રવેશોત્સવમાં એક પણ વિદ્યાર્થીનો પ્રવેશ ન થયો

પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ત્રણ શાળાની આંગણવાડીઓમાં ઝીરો એડમિશન માલુમ પડતા ધારાસભ્યએ જાહેર કાર્યક્રમમાં શિક્ષકોને ખખડાવ્યા હતા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સંખ્યા ઘટી રહી છે તે ચિંતાજનક

નડિયાદ, નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અને આંગણવાડીઓ માટે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ત્રણ શાળાની આંગણવાડીઓમાં ઝીરો એડમિશન માલુમ પડતા ધારાસભ્યએ જાહેર કાર્યક્રમમાં શિક્ષકોને ખખડાવ્યા હતા

તેમજ શાસનાધિકારી અને સ્કુલ બોર્ડના સભ્યોનો ઉઘડો લીધો હતો સાથે સાથે આ બાબતે રાજય કક્ષાએ પણ આ બાબતની નોંધ લેવામાં આવશે તેવી ટકોર કરી હતી.

રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ર૦ર૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. સોમવારે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે નગર પ્રાથમિક શાળા નંબર ૧,૬,૭,૧૮,ર૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩નો કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં સંતરામ ગર્લ્સ સ્કૂલ ખાતે યોજાયો હતો.

આ દરમિયાન શાળા નંબર ૧,ર અને ૧૬માં આંગણવાડીમાં પ્રવેશપાત્રની સંખ્યા ૦ રહેતા ધારાસભ્યએ શિક્ષકોનો જાહેરમાં ઉઘડો લીધો હતો. ધારાસભ્યએ શાસનધિકારી સહિત સ્કુલ બોર્ડના સભ્યોને આડે હાથે લીધા હતા.

પંકજ દેસાઈએ કહ્યું હતું કે એડમિશન આપવા માટે મહેનત જ કરવામાં આવી નથી, હું આવું અને એડમિશન અપાવુ તો શું કરવાનું સાથે કહ્યું હતું કે, આ બાબતે હું સરકારનું ધ્યાન દોરીશ. શિક્ષકોએ જ્ઞાન આપવું જાેઈએ પંકજ દેસાઈએ ઉમેર્યું કે નડિયાદ પ્રાથમિક શાળામાં વધુ નામાંકન આવે

અને નડિયાદના નાગરિકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે એ દિશામાં શિક્ષકોએ પ્રયત્નો કરવા જાેઈએ. સાથોસાથ ભણવામાં નબળા બાળકો કેવી રીતે આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી શકે છે તે માટે શાળાના શિક્ષકો અને આચાર્યોને સુચનો આપ્યા હતા.

આ સાથે કાર્યક્રમમાં નડિયાદ તાલુકા આર.બી.એસ.કે ટીમ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું હતું અને જાે કોઈ વિદ્યાર્થી કુપોષિત હોય તો તેના મધ્યાન ભોજન પર ધ્યાન આપી તેનો માસિક આરોગ્ય અહેવાલ રજુ કરવા પંકજભાઈ દેસાઈએ શાળાના શિક્ષકોને જણાવાયું હતું.

આગણવાડીમાં બાળકોની સંખ્યા શૂન્ય્‌ નોંધાઈ હોય તે પણ ચિંતાજનક બાબત છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ફોજ તેમજ વટ પાડવા માટે બનાવવામાં આવેલા શિક્ષણ સમિતીના હોદ્દેદારો દ્વારા પોતાની જવાબદારી સમજવામાં આવી નથી તેવું ત્રણ આંગણવાડીઓમાં શુન્ય પ્રવેશ પરથી સ્પષ્ટ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.