ગુડ લુક્સ નહીં, મૂંછોથી ઇમ્પ્રેસ થયા ડાયરેક્ટરઃ જેકી શ્રોફ
મુંબઈ, સુભાષ ઘાઈ એક એવા બોલિવૂડ ડાયરેક્ટર છે જેમણે ‘હીરો’ બનવાની ઈચ્છા સાથે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પરંતુ, જ્યારે તેમનું સપનું પૂરું ન થઈ શક્યું ત્યારે તે ડિરેક્ટર બન્યા અને ઈન્ડસ્ટ્રીને ઘણા સુપરસ્ટાર પણ આપ્યા. આ સાથે તેમણે બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે.
એ જ રીતે અન્ય એક એક્ટરને સુભાષ ઘાઈએ તેના કરિયરની સુપરહિટ ફિલ્મ આપી, જેને તેમણે તેની મૂછના કારણે જ ફિલ્મમાં સાઈન કર્યા. આ એક્ટર છે જેકી શ્રોફ, જેની ૧૯૮૩ની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘હીરો’ સુપરહિટ નહીં પરંતુ બ્લોકબસ્ટર રહી હતી. હીરોને જેકી શ્રોફના કરિયરની સૌથી સફળ ફિલ્મ કહીએ તો ખોટું નહીં હોય.
મીનાક્ષી શેષાદ્રી હીરોમાં જેકી શ્રોફ સાથે જાેવા મળી હતી, જે તે સમયની બેસ્ટ હિરોઈન હતી. પરંતુ, એ અલગ વાત હતી કે જેકી શ્રોફ ક્યારેય હીરો માટે સુભાષ ઘાઈની પહેલી પસંદ નહોતા. સુભાષ ઘાઈ શરૂઆતમાં તેમની ફિલ્મમાં કોઈ અન્ય એક્ટરને કાસ્ટ કરવા માંગતા હતા.
આટલું જ નહીં, એક્ટ્રેસ તરીકે મીનાક્ષી શેષાદ્રી સુભાષ ઘાઈની પહેલી પસંદ નહોતી, તેથી સવાલ એ ઊભો થાય છે કે જેકી અને મીનાક્ષી નહીં તો કોણ. ખરેખર, ૧૯૮૧માં રિલીઝ થયેલી ‘એક-દુજે કે લિયે’ની સફળતા જાેઈને સુભાષ ઘાઈ એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની ફિલ્મ ‘હીરો’માં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીને કાસ્ટ કરવાનું વિચાર્યું. એ દિવસોમાં એક દુજે કે લિયેના ગીતો પણ ધૂમ મચાવતા હતા.
તેવામાં સુભાષે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આનંદ બક્ષીની જાેડીને પણ હીરોનો ભાગ બનાવવાનું નક્કી કર્યું. સુભાષ શરૂઆતમાં બ્લોકબસ્ટર ફિલ્મનું ટાઇટલ ‘સંગીત’ રાખવા માંગતા હતા, જે બાદમાં બદલીને ‘હીરો’ કરવામાં આવી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ અને બીજું બધું તૈયાર હતું, પરંતુ ‘એક દુજે કે લિયે’ની સફળતા બાદ કમલ હાસનનો સિતારો બુલંદીઓ પર હતો. તેના હાથમાં ઘણી ફિલ્મો હતી, તેથી તેણે સુભાષ ઘાઈની ‘હીરો’ કરવાની ના પાડી દીધી.
તે બાદ સુભાષ ઘાઈએ સંજય દત્તને ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું. પરંતુ, સંજય તેના ડ્રગની લતને કારણે તેનો ભાગ બની શક્યો ન હતો. કારણ કે, ત્યાં સુધીમાં સુભાષ સંજય દત્ત સાથે વિધાતામાં કામ કરી ચૂક્યા હતા અને તેમના વર્તનથી વાકેફ હતા. પ્રશ્ન એ હતો કે હવે કોણ? જ્યારે મોટા ભાગના કલાકારો તે સમયે ક્લીન શેવ રાખતા હતા, ત્યારે સુભાષ ઘાઈને જેકી શ્રોફની મૂછો ગમતી હતી. મીનાક્ષી શેષાદ્રી પણ ઈન્ડસ્ટ્રીની ઉભરતી સ્ટાર હતી. આ પછી જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રી આ ફિલ્મમાં લીડ એક્ટર્સ તરીકે જાેડાયા.SS1MS