જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય
મુંબઈ, બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે દર્શકોને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘દેવ ડી’ જેવી ઘણી ક્લાસિક ફિલ્મો આપી છે, પરંતુ હવે તેમણે એક જાહેરાત કરીને તેમના ચાહકોને ચોંકાવી દીધા છે.
અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે પોતે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યાે છે. આ સાથે તેણે પોતાના નિર્ણયનું કારણ પણ જાહેર કર્યું અને કહ્યું હતું કે હવે ફિલ્મો બનાવવાની મજા રહી નથી, જે પહેલા હતી.
અનુરાગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.તેણે કહ્યું કે તે મુંબઈ છોડીને ૨૦૨૫ના અંત સુધીમાં દક્ષિણમાં શિફ્ટ થઈ જશે. આ સાથે તેણે બોલિવૂડ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી અને તેની પાછળનું કારણ ટેલેન્ટ એજન્સીઓ હોવાનું જણાવ્યું હતું.SS1MS