જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા ત્રણ મહિના માટે જેલ ભેગા

મુંબઈ, મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ નિર્ણય તેમના નવા પ્રોજેક્ટ “સિન્ડિકેટ”ની જાહેરાતના એક દિવસ પહેલા આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલી રહી હતી.
જો કે, ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર નહોતા.અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે તેઓ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર ન થયા હતા.
આ કેસમાં રામ ગોપાલ વર્માને નેગોશિયેબલ ઇન્સ્ટ્›મેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તેમને ત્રણ મહિનાની અંદર ફરિયાદીને ૩,૭૨,૨૧૯ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. જો તે વળતર નહીં ચૂકવે તો તેને વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે.
અહેવાલ અનુસાર, આ કેસ વર્ષ ૨૦૧૮નો છે, જ્યારે શ્રી નામની કંપનીએ મહેશચંદ્ર મિશ્રા દ્વારા ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રામ ગોપાલ વર્માની ફર્મ કંપની સાથે સંબંધિત હતી. સત્યા, રંગીલા, કંપની, સરકાર જેવી હિટ ફિલ્મ ડિરેક્ટર કરનાર રામ ગોપાલ વર્મા તાજેતરના વર્ષાેમાં નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા હતા.
કોરોના દરમિયાન તેમને ભારે નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમને પોતાની ઓફિસ પણ વેચવી પડી હતી.વર્ષ ૨૦૨૨માં રામ ગોપાલ વર્માને કોર્ટે ૫૦૦૦ રૂપિયાના પીઆર અને રોકડ જામીન પર જામીન આપ્યા હતા.
સજા સંભળાવતી વખતે, મેજિસ્ટ્રેટ વાય.પી. પૂજારીએ જાણાવ્યું હતું કે, ‘ફોજદારી કાર્યવાહી સંહિતા ૧૯૭૩ના સીઆરપીસીની કલમ ૪૨૮ હેઠળ આરોપી માટે સજા-મુક્તિનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી કારણ કે તેણે ટ્રાયલ દરમિયાન કોઈ સમય કસ્ટડીમાં વિતાવ્યો ન હતો.’SS1MS