આનાથી વધુ ખરાબ કશું ના હોઈ શકે: ગૌરી ખાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Gauri.jpg)
મુંબઈ, બોલિવુડ ફિલ્મમેકર કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણની સાતમી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, સંજય કપૂરની પત્ની મહીપ કપૂર અને ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે જાેવા મળ્યા છે. ત્રણેય વેબ સીરીઝ ‘ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવુડ વાઈવ્સ’નો ભાગ છે.
આ શોમાં નીલમ કોઠારી અને સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા ખાન પણ છે. જાેકે, ‘કોફી વિથ કરણ ૭’માં ગૌરી, મહીપ અને ભાવના મહેમાન બનીને આવ્યા હતા. તેમણે પોતાની અંગત તેમજ પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગ્લેમરની દુનિયામાં ઘણું થાય છે.
આ જ એપિસોડમાં ગૌરીએ દીકરા આર્યન ખાનની ધરપકડ વિશે પણ વાત કરી હતી. ગૌરીએ પહેલીવાર આ મુદ્દે મૌન તોડ્યું છે. કોફી વિથ કરણ ૭માં કરણ જાેહરે આડકતરી રીતે આર્યન ખાનની ગત વર્ષે થયેલી ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું, તેના માટે પણ સમય મુશ્કેલ રહ્યો હશે અને તમે બધા આમાંથી મજબૂતાઈથી બહાર આવ્યા છો.
હું તને મા તરીકે ઓળખું છું. આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ અને હું પણ પરિવારનો સભ્ય છું. એ સમય સરળ નહોતો. ગૌરી તું પણ પહેલા કરતાં વધુ મજબૂત થઈ છે. જે બાદ જવાબમાં ગૌરી ખાન કહે છે, અમે જે સ્થિતિમાંથી પસાર થયા છીએ તેનાથી વધુ ખરાબ કશું ના હોઈ શકે.
જાેકે, અમે બધા જ એક પરિવાર તરીકે અડીખમ ઊભા રહ્યા. અમે પ્રેમનો અનુભવ કર્યો. અમારા મિત્રો અને જેટલા પણ લોકો અમને જાણે છે તેમના સૌના મેસેજ જાેયા અને ખૂબ પ્રેમ મળ્યો. અમે ધન્યતા અનુભવીએ છીએ. જેમણે અમારી મદદ કરી એ બધાનો અમે આભાર માનીએ છીએ.
મહત્વનું છે કે, આર્યન ખાનની ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. મુંબઈથી ગોવા જતી એક ક્રૂઝ શિપમાં કથિત રીતે રેવ પાર્ટી ચાલતી હતી અને તેમાંથી આર્યનની ધરપકડ કરાઈ હતી. તેણે લગભગ ૨૩ દિવસ જેલમાં વિતાવ્યા હતા.
જાેકે, બાદમાં આર્યન ખાનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. રેપિડ ફાયર રાઉન્ડમાં ગૌરીએ ખુલાસો કર્યો કે, તેનો દીકરો આર્યન તેનો ‘ફેશન પોલીસ’ છે. તેણે કહ્યું, “મને આખી બાંયનું શર્ટ પહેરવાની પરમિશન નથી. મને ઘણાં પ્રકારની વસ્તુ પહેરવાની પરવાનગી નથી.
હું જેકેટ પહેરું તે તેને પસંદ નથી. જણાવી દઈએ કે, કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં અત્યાર સુધીમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ, કેટરિના-સિદ્ધાંત, ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે-વિજય દેવરકોંડા, શાહિદ કપૂર-કિયારા અડવાણી, અનિલ કપૂર-વરુણ ધવન, સોનમ કપૂર-અર્જુન કપૂર, કરીના કપૂર-આમિર ખાન જેવા સેલેબ્સ આવી ચૂક્યા છે.SS1MS