ફાયરસેફટી વગરની ૧પ૬ બિલ્ડીંગને મોરબી પાલિકા તંત્રની નોટીસ
૩ દિવસમાં ફાયર સર્ટીફિકેટ મેળવવા અલ્ટીમેટમ, અન્યથા પાણી અને ગટરનું કનેકશન કટ કરી બિલ્ડીંગ સીલ કરાશે
મોરબી, ભૂતકાળમાં સુરતના કોચીંગ ક્લાસ, અમદાવાદ, રાજકોટની કોવિડ હોસ્પીટલમાં સહિત આગજનીની ઘટનાઓ બની હતી. જેમાં જાનહાનીક થઈ હતી. જે બાદ રાજ્ય સરકારે ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા માટેે અમલવારીમાં કડક સુચના કરી છે. જેને અનુસંધાન માં મોરબીમાં પણ નગરપાલિકા દ્વારા ફાયર સિસ્ટમ વિહોણી બિલ્ડીંગો તમામ પ્રકારની સાધન સામગ્રી વસાવવા માટેે નોટીસ આપવામાં આવી હતી.
પરંતુ નોટીસની સતત ઉપેક્ષા તથા હાલ મોરબી નગરપાલિકા દ્વારા આવા બિલ્ડીંગ ધારકનો ૩ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. જાે તેઓફાયર સર્ટીફિકેટ પ્રાપ્ત નહીં કરે તો બિલ્ડીંગ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવું નગરપાલિકાની એક યાદીમાં જણાવાયુ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પી.આઈ.એલ. ૧પ/૧ર/ર૦ર૦ તેમજ તા.ર૬/ર/ર૧ ના ઓરલ ઓર્ડરમાં જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ કાર્યરત રાખી તેમનું ફાયર સર્ટીફિકેટ મેળવાનું હોય છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વરા ૧પપ રેસીડેન્સીયલ બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી છે. પ્રથમ નોટીસ ઓક્ટોબર ર૦ર૧ અને બીજી નોટીસ ડીસેમ્બર ર૦ર૧માં આપવામાં આવી હતી.
છતાં નિયમોનો ઉલાળીયો કરવામાં બિલ્ડીંગ ધારકોએ કોઈ પ્રતિસાદ ન આપતા આ વખતે પાલિકા દ્વારા ત્રીજી વખત નોટીસ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ નોટીસ બાદ પણ જાે કાર્યવાહી કરવામાં આવશે નહીં તો નગરપાલિકા તરફથી પાણીના અને ગટરના કનેકશન કટ કરવા અને બિલ્ડીંગ સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.