Western Times News

Gujarati News

સુરતની 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી

સ્કૂલ ફી ને લઈને FRC ને પણ ઘોળીને પી જનારી જેમાં ૬૦ ટકા ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે, જ્યારે ૪૦ ટકાએ હજી સુધી જવાબ આપ્યો નથી

સુરત, સ્કૂલ ફીને લઈને FRCને પણ ઘોળીને પી જનારી ૮૦૦ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સાત દિવસમાં જવાબ નહિ મળે તો કચેરીએ ઉપર હાજર થવું પડશે. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. તથા ફી વધારો ન કરનારીએ એફિડેવિટ કરવાની હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની ૮૦૦થી વધુ ખાનગી સ્કૂલોએ કોઈ એફિડેવિટ કરી જ નથી. જેને કારણે FRCએ આ ખાનગી સ્કૂલોનું લિસ્ટ કાઢીને ડીઇઓ ડો. દીપક દરજીને મોકલી આપ્યું હતું.

જેથી તેઓએ ૮૦૦થી વધારે ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી છે. જેમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પુછાયું છે. જેમાં ૬૦ ટકા ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે. જ્યારે ૪૦ ટકાએ હજી સુધી જવાબ આપ્યો નથી. RTE હેઠળ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.

RTE હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ૫૮ વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક દોઢ લાખથી વધુ જોવા મળી હતી.

જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ રદ ગણાશે. શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે ૬ થી ૧૪ વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે ૪ ઓગસ્ટ ૨૦૦૯ ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે ૧ એપ્રિલ ૨૦૧૦ ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના ૧૩૫ દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે.

જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. આ લેખ દ્વારા, આપણે જાણીશું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે, તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે અને કઈ ખામીઓને સુધારવાની જરૂર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.