પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું: દિવાળીમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીગ હોમ, આરોગ્ય કેન્દ્રો શૈક્ષણીક સંસ્થા કોર્ટ ધામિર્ક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહી.
(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારને લઈને પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાતના આઠથી ૧૦વાગ્યા સુધીમાં જ શહેરીજનો ફટાકડા ફોડી શકે તેવું જણાવ્યું છે. આ સમય સિવાય કોઈપણ વ્યકિત ફટાકડા ફોડડશે તો પોલીસ જાહેરનામાં ભંગનો ગુનો નોધીને ધરપકડ કરશે. મહત્વનું છે કે દર વર્ષે પોલીસ દ્વારા આવી રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.
પરંતુ પોલીસ જ આ જાહેરનામાની અમલવારી કરાવી શકતી નથી. આ ઉપરાંત ફટાકડા ફોડવા માત્ર બે કલાકની જ સમય મળતા નાગરીકોમાં નારાજગી જાેવા મળી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમીશ્નર દ્વારા ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાતના ૮૦થી૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
આ ઉપરાંત હોસ્પિટલ, નસીગ હોમ,આરોગ્ય કેન્દ્રો શૈક્ષણીક સંસ્થા કોર્ટ ધામિર્ક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહી. આટલું જ નહી ચાઈનીઝ તુકકલ અને આતશબાજી બલુનના વેચાણ તેમજ ઉડાવવા ઓનલાઈન ફટાકડા વેચવા પર પ્રતીબંધ ફરમાવાયોે છે. દર વર્ષે પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું ફટાકડા ફોડવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. પરંતુ તેનો અમલવારી થતી હોતી નથી. ગયા વર્ષે પણ મોડી રાત સુધી સિંધુભવન રોડ સીજી રોડ એસજી હાઈવે પર અનેક યુવાનોએ લોકોના જીવ જાેખમાય તે રીતે ફટાકડા ફોડયા હતા.