હવે હોમિયોપથીના ડૉક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરશે
મુંબઈ, હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ જારી કર્યું છે.
જોકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ એફડીએના આ નિર્ણયનો વિરોધ કર્યાે છે.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, માત્ર એવા હોમિયોપેથિક ડોકટરોને જ એલોપેથીની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમણે સરકારી માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજમાંથી ‘સર્ટિફિકેટ કોર્સ ઇન મોડર્ન ફાર્માકોલોજી’માં એક વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યાે છે.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એમ પણ જણાવ્યું હતું કે તેણે ઘણાં વર્ષાેથી હોમિયોપેથિક ડોકટરો દ્વારા કરવામાં આવી રહેલી માંગ પૂરી કરી છે. જોકે, આઈએમએએ આ નિર્ણય સામે બાંયો ચડાવી છે અને આ નિર્ણય સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યાે છે.રાજ્યભરમાં ૮૦ હજાર હોમિયોપેથી ડોક્ટરો છે.
આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમાંથી દસ હજાર લોકોએ ઉપરોક્ત કોર્સ પૂર્ણ કર્યાે છે અને માત્ર તેઓ જ એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે છે. હોમિયોપેથી આયુષ નિર્દેશાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
એલોપેથીની ૨૦ થી ૨૨ દવાઓ હોમિયોપેથી ડોક્ટર આપી શકે છે.દરમિયાન, આયુષ વિભાગના નિયામક વૈદ્ય રમણ ખુંગરાલેકરે કહ્યું હતું કે ઘણા ગામોમાં હોમિયોપેથિક ડોકટરો છે. તેમને એલોપેથિક દવાઓ લખી આપવાની પરવાનગી આપવામાં આવી છે.SS1MS