હવે અદાણી ઓનલાઈન ટ્રેન ટિકિટ પણ વેચશે

અદાણી ગ્રુપે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનનો ૩૦ટકા હિસ્સો કરોડોમાં ખરીદ્યો
(એજન્સી) નવી દિલ્હી, અદાણી ગ્રુપ હવે ઓનલાઈન ટ્રેન ટિકિટ પણ વેચશે. હા, અદાણી ગ્રૂપે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનનો ૩૦ ટકા હિસ્સો કરોડોમાં ખરીદ્યો છે. તમે ટ્રેનમેન પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ ખરીદીને પીએનઆર સહિતની તમામ વિગતો મેળવી શકશો. જાે તમે પણ નજીકના ભવિષ્યમાં ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ પોર્ટલ પરથી ટિકિટ ખરીદી શકો છો.
ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે ઘણા પ્લેટફોર્મ છે પરંતુ ઘણી વખત ઈન્ટરનેટની સમસ્યા કે સર્વરની સમસ્યાને કારણે ટિકિટ બુકિંગ અટવાઈ જાય છે, તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ટ્રેનમેન પાસેથી ઓનલાઈન ટિકિટ કેવી રીતે ખરીદી શકો છો.
ગયા મહિને અદાણી એન્ટરપ્રાઈઝિસે એસઈપીએલને ઓનલાઈન ટ્રેન બુકિંગ અને માહિતી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું હતું અને હવે તેણે કંપનીને ઈ-કોમર્સ અને વેબસાઈટ ડેવલપમેન્ટમાં એક તરીકે લોન્ચ કરી છે અદાણી ડિજિટલ વેબ્સ પ્રાઈવેટ લિમિટેડે ર૯.૮૧ ટકા હિસ્સા સાથે રૂ.૩.પ૬ કરોડમાં આ સોદો ખરીદ્યો છે.
સૌથી પહેલા પ્લેટસ્ટોર પરથી ટ્રેનમેન એપ ડાઉનલોડ કરો. હવે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી વડે એપ્લિકેશનમાં નોંધણી કરો અને આગળ વધો. આ પછી તમે જયાં જયાં માંગો છો તેના સ્ત્રોત સ્ટેશન અને ગંતવ્ય દાખલ કરો, તમારી સામે ટ્રેનનું લિસ્ટ દેખાશે.
હવે ટ્રેન પસંદ કર્યા પછી તમારું નામ, ઉંમર, સીટની વિગતો ભરો આગળ વધો અને તમારી ચુકવણી મોડ પસંદ કરો. ચુકવણી પૂર્ણ થયા પછી તમારી ટિકિટ બુક કરવામાં આવશે. જાે તમે ઈચ્છો તો તેના પર કૂપન લગાવીને પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો.