Western Times News

Gujarati News

હવે અજયની ફિલ્મ થેંક ગોડનું બૉયકોટ ટ્રેન્ડિંગ

મુંબઈ, છેલ્લાં ઘણાં મહિનાથી જેટલી પણ બોલિવૂડ ફિલ્મો રિલીઝ થઈ છે તેને બૉયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જાેવા મળી રહ્યો છે. બૉયકોટ ટ્રેન્ડના કારણે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે.

છેલ્લાં ઘણાં દિવસથી રણબીર અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને બૉયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જાેવા મળ્યો પરંતુ, ફિલ્મ હિટ ચાલી રહી છે અને #BoycottBrahmastra નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે ટ્રોલર્સ સોશિયલ મીડિયા પર અજય દેવગણની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગૉડ’ પર નિશાન સાધી રહ્યા છે. જાણો તે પાછળનું કારણ? એક્ટર અજય દેવગણની ફિલ્મ થેંક ગૉડ દિવાળી રિલીઝ માટે તૈયાર છે.

જે તારીખ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી અને રકુલપ્રીત સિંહ લીડ રોલમાં છે. તેમજ આ ફિલ્મના ડિરેક્ટર ઈન્દ્ર કુમાર છે. જ્યારે થેંક ગૉડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તો ટિ્‌વટર પર #BoycottThankGod અને #BoycottAjayDevgn ટ્રેન્ડ થવા લાગ્યું.

વાત જાણે એમ છે કે ફિલ્મ થેંક ગૉડમાં અજય દેવગણે ચિત્રગુપ્તનું પાત્ર ભજવ્યું છે જેમનું કામ લોકોના પાપ અને પુણ્યનો હિસાબ કરવાનું છે. ટ્રેલરમાં અજય દેવગણની આસપાસ ટૂંકા કપડામાં ઘણાં છોકરીઓ પણ જાેવા મળી રહી છે. જે જાેતાં જ યૂઝર્સ ભડકી ગયા છે અને તેઓનું કહેવું છે કે થેંક ગૉડ ફિલ્મમાં ભગવાનનું અપમાન કરાયું છે.

હિન્દુઓની મજાક ઉડાવાઈ છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તે વિવાદમાં સપડાઈ છે. લોકો વિવિધ કારણોસર તેને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. અને ફિલ્મનો વિરોધ કરનારા લોકોમાં અભિનેત્રી કંગના રનૌતનો પણ સમાવેશ થાય છે. કંગનાએ પણ અત્યાર સુધી ફિલ્મની ઘણી ટીકા કરી છે. આટલુ જ નહીં તેણે ફિલ્મને ડિઝાસ્ટર પણ કહી હતી.

પરંતુ જ્યારે હવે બોક્સઓફિસ પર ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે ત્યારે કંગના રનૌત આંકડા જાેઈને વીફરી છે. ૯ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી ફિલ્મે બે દિવસમાં વર્લ્ડવાઈડ ૧૬૦ કરોડનો બિઝનસ કર્યો છે અને રવિવાર સુધી દેશમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. કંગના રનૌતનું કહેવું છે કે આ આંકડા ખોટા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.