હવે નવ રાજ્યોમાં પરવાનગી વગર CBI તપાસ નહીં કરી શકે
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત ૯ રાજ્યોએ અમુક ગુનાઓની તપાસ માટે સીબીઆઇને આપવામાં આવેલી સામાન્ય સમજૂતી પાછી ખેંચી લીધી છે.
જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ ૬ હેઠળ સીબીઆઇએ રાજ્ય સરકારોના અધિકારક્ષેત્ર હેઠળના કેસોની તપાસ કરવા માટે એમની મંજૂરી લેવી પડે છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું કે છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળે સીબીઆઇને આપેલી સામાન્ય સમજૂતી પાછી ખેંચી લીધી છે. જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી, એવા રાજ્યોમાં સામાન્ય સમજૂતી પાછી ખેંચી લેવામાં આવી છે.
એનડીએ સરકારનો વિરોધ કરી રહેલા પક્ષોનું કહેવું છે કે સીબીઆઇ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેન્દ્ર સરકાર એવા રાજ્યોમાં વિપક્ષના નેતાઓને નિશાન બનાવે છે જ્યાં ભાજપની સરકાર નથી. વિરોધ પક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર આ એજન્સીઓનો દુરુપયોગ કરે છે.
સીબીઆઇને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૧૯૪૬થી અધિકાર મળે છે. ૯ રાજ્યોએ આ જ અધિનિયમની કલમ ૬ હેઠળ ઝ્રમ્ૈંને અગાઉ આપેલી સામાન્ય સમજૂતી પાછી ખેંચી લીધી છે. જે રાજ્યોએ સામાન્ય સમજૂતી પાછી ખેંચી છે, ત્યાં સીબીઆઇ કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે રાજ્ય સરકારની સંમતિ લેવા માટે બંધાયેલા છે.HS1MS