હવે સિસોદિયાની ધરપકડ કરવાનું ષડયંત્ર: કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે મનિષ સિસોદિયા ઉપર પણ ફેક કેસ થઈ શકે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મને રાજકારણ સમજમાં આવતું નથી.
ભાજપે જાે જેલમાં નાખવાના હોય તો અમને બધાને એક સાથે જેલમાં નાખી દો. કેજરીવાલે વધુમાં કહ્યું કે સત્યેન્દ્ર જૈન પર લાગેલા આરોપ ખોટા છે.
Now conspiracy to arrest Sisodia: Kejriwal
પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર મનિષ સિસોદિયાની પણ ધરપકડ કરવા જઈ રહી છે. કેજરીવાલે કહ્યું કે મારી પ્રધાનમંત્રીને હાથ જાેડીને વિનંતી છે કે એક એક કરીને જેલમાં નાખવાની જગ્યાએ તમે આપના તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને વિધાયકોને એક સાથે જેલમાં નાખી દો.
તમામ એજન્સીઓને કહી દો કે એક સાથે બધી તપાસ કરી લે. તમે એક એક મંત્રીની ધરપકડ કરો છો તેનાથી જનતાના કામમાં વિધ્ન આવે છે.HS1MS