હવે દરેક ટીમમાં થઈ શકશે ટેમ્પરરી રિપ્લેસમેન્ટની એન્ટ્રી

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૫ના અંતિમ તબક્કા માટે ટીમોની હાલમાં કામચલાઉ રિપ્લેસમેન્ટ માટે ખેલાડીઓને બદલી માટે સાઇન કરી શકે છે, પરંતુ તે ખેલાડીઓને આગામી હરાજી પહેલા રિટેન નહીં કરી શકાય. આઈપીએલ સીઝન ૧ મે,શનિવારથી ફરી શરૂ થવા જઈ રહી છે.
આ પહેલાભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે લીગ સ્થગિત કરવામાં આવી હતી. અને નવી તારીખોના કારણે કેટલાક ખેલાડીઓના શેડ્યૂલ વચ્ચે ટકરાઈ રહ્યા છે. મોટાભાગના વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફર્યા હોવા છતાં, કેટલાકે ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય કર્યાે છે.આમાં દિલ્હી કેપિટલ્સના જેક ળેઝર-મેકગર્ક અને ચેન્નાઈ સુપર કિંગ્સના જેમી ઓવરટનનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીના નિયમો પ્રમાણે ટીમમાં જો કોઈ ખેલાડી બીમાર કે ઈજાગ્રસ્ત થાય તેવી સ્થિતિમાં જ રિપ્લેસમેન્ટ પર સહી કરી શકતા હતા, તે પણ સિઝનની ૧૨મી મેચ સુધી જ.
પરંતુ હવે લીગે તેના નિયમો બદલી નાખ્યા છે,જેમાં ટીમો બાકીની આખી સીઝન માટે કામચલાઉ રિપ્લેસમેન્ટ ખેલાડીઓ લઈ શકશે.તો આઈપીએલ એ પણ સ્પષ્ટ કર્યું છે કે લીગના સસ્પેન્શન પછી જે ખેલાડીઓ અસ્થાયી રૂપે ટીમોમાં સામેલ થશે, તેમને રાખી શકાતા નથી.
આઈપીએલમાં નવા નિયમ લાવવામાં આવ્યા છે. જેથી ળેન્ચાઇઝી ટીમો હરાજીની પ્રક્રિયાને છેતરવા માટે ઇરાદાપૂર્વક કામચલાઉ ખેલાડીઓને ન ઉમેરે. આઈપીએલના એક સત્તાવાર નોંધમાં ફ્રેન્ચાઇઝીઓને કહ્યું કે,તેઓ રિપ્લેસમેન્ટ સંબંધિત નિયમોની ફરીથી સમીક્ષા કરવામાં આવી છે.
લીગે કહ્યું કે, જો કોઈપણ વિદેશી ખેલાડી રાષ્ટ્રીય જવાબદારીઓ, વ્યક્તિગત કારણોસર અથવા ઈજાને કારણે જો તે બીમારીને કારણે ઉપલબ્ધ ન હોય, તો તેને ટુર્નામેન્ટની બાકીની મેચો માટે કામચલાઉ બદલીઓ રાખી શકે છે.પરંતુ શરત એ છે કે હવેથી જે પણ કામચલાઉ રિપ્લેસમેન્ટ ખેલાડી સાઈન કરવામાં આવશે, તેને રિટેન નહી કરી શકાય. તેની પસંદગી આઈપીએલ ૨૦૨૬ માટે થશે.SS1MS