હવે 5 મિનિટથી વધારે સમય ગાડી પાર્ક કરી તો એક વ્હીલ ઓટોમેટીક લોક થઇ જશે

અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ-અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ બન્યા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે
તેને ધ્યાનમાં લઇને એએમસી દ્વારા હવે અમદાવાદામં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યોઅમદાવાદ શહેરના સિંઘુ ભવન રોડ પર એએમસી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિયત કરવામાં આવેલ કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્ટોલ કરવામાં આવશે અને કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે છે.
ત્યારે ફરજીયાત ગાડીને સેન્સર પર લઇ જઇને ગાડી પાર્ક કરવાની રહેશે અને ૫ મિનિટ બાદ પાર્ક કરેલ ગાડીની નીચેનુ સેન્સર અપ થઇ જશે અને ગાડીનુ એક વ્હીલ લોક થઇ જશે. ત્યારબાદ કાર ચાલકને ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢવા માટે પાર્કિગ સ્લોટ પર રહેલુ સ્કેનર સ્કેન કરવાનુ રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલુ પેમેન્ટ ઓનલાઇન કરવાનુ રહેશે. આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે.
હાલમાં અમદાવાદ શહેરના સિંઘુ ભવન પર આવેલા ગોઢિલા ગાર્ડન ની બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં આશરે ૫૦ જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે છસ્ઝ્ર દ્વારા ૫ કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે.