હવે ISI પાકિસ્તાનમાં કોઈપણના ફોન કોલ ટેપ અને ટ્રેસ કરી શકશે
લાહોર, પાકિસ્તાની સેના બાદ સૌથી શક્તિશાળી જાસૂસી સંસ્થા આઈએસઆઈની તાકાત વધુ વધી છે. ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સની આ શક્તિ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ પાકિસ્તાન સરકારે વધારી છે. આ સત્તા મળ્યા બાદ હવે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિના કોલ ઈન્ટરસેપ્ટ કરી શકશે.
હકીકતમાં, પાકિસ્તાન સરકારે ઔપચારિક રીતે ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને કોલ ઇન્ટરસેપ્ટ અને ટ્રેસ કરવા માટે અધિકૃત કર્યા છે. પાકિસ્તાન સરકારે તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાને કારણ ગણાવ્યું છે. પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેન્કોલોજી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે પણ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રેડ ૧૮થી નીચેના આઈએસઆઈ ઓફિસર્સ કોઈપણ કોલ અને મેસેજને ઈન્ટરસેપ્ટ અને ટ્રેસ કરી શકે છે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર વિદેશી જોખમો સામે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની કેબિનેટ તરફથી ઔપચારિક આદેશ પસાર થયા બાદ આ સૂચના જારી કરવામાં આવી છે.જો કે, પાકિસ્તાનમાં તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રેક ડાઉન કરવાના સરકારના પ્રયાસોના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે.
કારણ કે પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ મીડિયામાં ઓછી જગ્યા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની સક્રિયતા વધારી દીધી છે.
પાકિસ્તાન સરકારે ફેબ્›આરીમાં જ ઈલોન મસ્કની કંપની એક્સ (અગાઉ ટિ્વટર)ને બ્લોક કરી દીધી છે. જ્યારે આ મામલો સિંધ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સરકારે પણ પોતાની કાર્યવાહીનો બચાવ કર્યાે છે. સરકારના આ નિર્ણય બાદ ઈમરાનની પાર્ટી પીટીઆઈના નેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.SS1MS