હવે 4.30 કલાકમાં જામનગરથી અમદાવાદ આવી જવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/06/vandebharat-1024x683.jpg)
જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે
અમદાવાદ, સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓની પરિવહન સેવામાં વધારો થયો છે અને હવે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવા ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે.
આ ટ્રેનનું ટ્રાયલ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને રવિવારથી સત્તાવાર આ ટ્રેન દોળતી થઇ જશે. સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા જ મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બિઝનેસને વધુ વેગ મળશે.
સૌરાષ્ટ્રમાં દોડનારી પ્રથમ વંદે ટ્રેનની તો આ ટ્રેન જામનગરથી અમદાવાદ સપ્તાહમાં છ દિવસ દોળશે. હાલ આ ટ્રેનની ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ૨૪ તારીખ રવિવારથી આ ટ્રેનને વડાપ્રધાન મોદીની વર્ચ્યુંલ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે શરુ કરાશે.
સામાન્ય રીતે જામનગરથી અમદાવાદ જવામાં ૬થી ૭ કલાકનો સમય લાગતો હતો. તે હવે આ ટ્રેનની ભેટ મળતા ઘટીને માત્ર ૪ઃ૩૦ કલાકનો થઈ જશે.
સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન વહેલી સવારે ૫ઃ૩૦ વાગ્યે જામનગરથી ઉપાડશે જે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને ૧૦ઃ૧૦ કલાકે પહોંચશે. તો પછી અમદાવાદ સાબરમતીથી સાંજે ૬ વાગ્યે ઉપડશે જે રાત્રે ૧૦ઃ૩૦ કલાકે જામનગર પહોંચી જશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ ૮ કોચ હશે.