Western Times News

Gujarati News

હવે રોહિત શર્માનો વારો, સ્પિલ્ટ કેપ્ટન ઉપર બોર્ડની વિચારણા

મુંબઈ,  ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારતીય ટીમની સેમિફાઈનલમાં હારથી ભારે હોબાળો મચી ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે. શુક્રવારના રોજ રાત્રે એક મોટો ર્નિણય લેતા બોર્ડે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને હટાવી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા રડાર હવે પર છે, તેમની પાસેથી હવે ટી૨૦ ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટનશીપ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાે કે વર્તનામ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં હાર્દિકને રોહિતને આરામ આપવાનું કહીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી અનેક ક્રિકેટ દિગ્ગજાેએ ભારતીય ટીમને સ્પિલ્ટ કેપ્ટન એટલે કે અલગ-અલગ કેપ્ટનોની સલાહ આપી હતી. અનિલ કુંબલેએ સફેદ બોલ અને લાલ બોલ માટે અલગ-અલગ ટીમો અને કેપ્ટનો વિશે પણ વાત કરી હતી. કદાચ બીસીસીઆઈની તાજેતરની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી જેમાં ચેતન શર્માને બરતરફ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બીસીસીઆઈ સ્પિલ્ટ કેપ્ટનશીપ પર વિચાર કરી રહ્યું છે તે પ્રમાણે હાર્દિક પંડ્યાને ટૂંક સમયમાં ટી૨૦ ઈન્ટરનેશનલ ટીમના નિયમિત કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે.

જ્યારથી હાર્દિક પંડ્યાને આઈપીએલ ૨૦૨૨ માટે ગુજરાત ટાઈટન્સનના કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારથી તે ખૂબ જ પરિપક્વ દેખાવા લાગ્યો છે. એક ખેલાડી તરીકે અને ખાસ કરીને બેટ્‌સમેન તરીકે તે વધુ જવાબદાર બન્યો છે. તેના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે. તેની કેપ્ટનશીપમાં ગુજરાતે પ્રથમ સીઝનમાં જ આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ન્યૂઝીલેન્ડ પહેલા ૩ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. તેનો કેપ્ટનશીપનો રેકોર્ડ ૧૦૦ ટકા છે.

આ વર્ષે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ આયરલેન્ડ સામે ૨ મેચ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ૧ મેચ જીતી હતી. તમને જણાવી દઈએ કે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ભારત દ્વિપક્ષીય શ્રેણી સિવાય કોઈપણ મોટી ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યું નથી. આટલું જ નહીં, ટીમનું કોમ્બિનેશન પણ સેટ ન થઈ શક્યું, કેપ્ટન પણ વારંવાર બદલાતા રહ્યા. આ પસંદગી સમિતિને બરતરફ કરવા પાછળ ઘણા કારણો હતા. ચાલો જાણીએ તેની પાછળના મુખ્ય કારણો શું હતા.

એક વર્ષમાં ૮ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હોવા છતા પણ પરફેક્ટ કોમ્બિનેશન તૈયાર થયું નથી. એશિયા કપ ૨૦૨૨ અને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ટીમનું ખરાબ પ્રદર્શન. ૮ મહીનાના બ્રેક બાદ કે.એલ. રાહુલની પસંદગી કરીને તરત જ વાઈસ-કેપ્ટન બનાવ્યો. ટીમમાં અસ્થિરતા, ખેલાડીઓના વર્કલોડનું સંચાન ન કરવું, ઈજાઓ, કેપ્ટન અને કોચ દ્વારા વારંવાર બ્રેક લેવો. જાે કે હજુ બોર્ડ વિચારણા કરી રહ્યું છે અને જાેવાનું રહેશે કે આ વિચાર કેટલી જલ્દી ર્નિણયમાં પરિવર્તિત થાય છે. ૨ ટી૨૦ વર્લ્ડ કપ અને એશિયા કપમાં હાર બાદ ટીમ મેનેજમેન્ટે અલગ રીતે વિચારવું પડશે.

આ વખતે કંઈક અલગ કરવા માટે હાર્દિક જ એકમાત્ર વિકલ્પ તરીકે દેખાઈ રહ્યા છે. આ જ રીતે વર્ષ ૨૦૦૭માં એમએસ ધોનીએ ટીમની સમાન સંભાળી હતી. આ વખતે ટીમમાં બધુ સારૂ છે અને કેટલીક બાબતો સારી નથી. બન્ને બાબતો પોતપોતાની જગ્યાએ યોગ્ય છે, ટીમના ખેલાડીઓ ભલે રોહિત-દ્રવિડ દ્વારા બનાવેલા વાતાવરણના વખાણ કરે પરંતુ પ્રદર્શન તે રીતે આવતું નથી. હવે એ જાેવાનુ રહેશે બીસીસીઆઈનો આખરી ર્નિણય શું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.