હવે કુમાર સાનુએ પણ પર્સનાલિટી રાઇટ્સની સલામતી માટે કોર્ટના દરવાજા ખખડાવ્યાં
મુંબઈ, એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે નકલી કન્ટેન્ટ મુદ્દે કલાકારોની ચિંતા વધી રહી છે, ત્યારે હવે કુમાર સાનુએ પણ અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ અને અનિલ કપૂરની જેમ પોતાનાં પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે કોર્ટનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે.
અત્યારે ઇન્ટરનેટ એઆઈથી બનેલા કન્ટેન્ટથી ભરેલું છે, જેમાં કેટલાંક જાણીતાં ચહેરાનો ડિજીટલી ઉપયોગ કરીને કેટલુંક એવું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે, જે આ કલાકારો ક્યારેય હકીકતમાં ન કરી શકે. તેનાથી આ જાણીતા લોકોની ઓળખ પર ખતરો ઉભો થાય છે. તેનાથી પોતાની ઓળખને ખરાબ થતી અટકાવવા માટે હવે કુમાર સાનુ પણ બીગબી, જેકી અને અનિલ કપૂરની ક્લબમાં જોડાવા જઈ રહ્યા છે.
કુમાર સાનુ દાયકાઓથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા છે. તેમનો ઘેરો અવાજ અને અવાજનું ટેક્સ્ચર એવું છે કે માણસથી તો તેની નકલ કરવી અઘરી છે, પરંતુ એઆઈના દુરુપયોગથી હવે એ શક્ય બની રહ્યું છે.
ત્યારે કુમાર સાનુ તેમની યૂએસની ટૂર પરથી થોડાં દિવસો પહેલાં જ પરત ફર્યા છે અને હવે તેઓ આ અંગે કોર્ટની મદદ લેવાનું કામ કરશે. આ અંગે ઇન્ટર્વ્યુમાં કુમાર સાનુએ કહ્યું,“કોઈ પણ ગાયકના નકલ કરનારા બની જાય, હું નથી માનતો કે તે યોગ્ય છે, તો આ રીતની પદ્ધતિઓથી બચવા માટે પોતાની જાતની સુરક્ષા કરવી જરૂરી છે, કારણ કે, એઆઈ વધુ જોખમી છે.”
રીમેકનું કક્ચર ક્યારેય જૂનું થવાનું નથી કારણ કે જૂના ગાયકો આજે પણ એટલાં જ સાંભળવા ગમે છે અને લોકોને તેમને વારંવાર સાંભળવા ગમે છે. તેઓ એ જ ગીત ફરી ગાવા સક્ષમ હોવા છતાં તેમની પાસે ન ગવડાવીને એઆઈ કવર બનાવવા પર પ્રતિબંધ લાગવો જોઈએ.
ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસરે આ મુળભૂત બાબત સમજવાની જરૂર છે. કુમાર સાનુ કહે છે,“તેઓ કર્ણપ્રિય ધૂનને અવગણીને પબ્લિક પર જબરદ્સ્તી સસ્તા લિરીક્સ થોપી રહ્યા છે. એ લોકો સંગીતના ધારાધોરણોને ખતમ કરવા બેઠાં છે. તમે ભલે રિમેક બનાવો પણ પણ જો મૂળ ગાયક હજુ પણ એ ગીત ગાવા માટે સક્ષમ હોય તો એનાથી સારું બીજું કોણ ગાઈ શકે?”SS1MS