હવે બ્રિટિશ પીએમની રેસમાં માત્ર બે નામ: પાંચમાં રાઉન્ડમાં પણ ઋષિ સુનક ટોપ પર રહ્યાં

લંડન, બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને ૧૩૭ મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને ૧૦૫ મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં ૧૧૩ મત મળ્યા છે.
ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં ૧૧૮ મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં ૧૧૫ મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં ૧૦૧ અને પ્રથમ રાઉન્ડમાં ૮૮ મત મળ્યા હતા.
તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં ૮૬, ત્રીજામાં ૭૧, બીજામાં ૬૪ અને પ્રથમ રાઉન્ડમાં ૫૦ મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં ૯૨, ત્રીજામાં ૮૨, બીજામાં ૮૩ અને પ્રથમ રાઉન્ડમાં ૬૭ મત મળ્યા હતા.
સુનલ અને ટ્રસ હવે બીબીસી પર સોમવારે થનારી લાઇવ ટીવી ડિબેટમાં પોતાની પ્રથમ આમને-સામનેની ટક્કર માટે તૈયાર છે. ત્યારબાદ હવે ધ્યાન ટોરી પાર્ટીના સભ્ય આધારને પક્ષમાં કરવા પર હશે. અનુમાન અનુસાર આ સભ્યોની સંખ્યા લગભગ ૧૬૦,૦૦૦ છે, જે આ બે ઉમેદવારોમાંથી કોઈ એકના પક્ષમાં મતદાન કરશે. ઓગસ્ટના અંતમાં તે મતની ગણતરી કરવામાં આવશે અને ૫ સપ્ટેમ્બર સુધી વિજેતાની જાહેરાત થશે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જાેનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જાેનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું. આગામી પ્રધાનમંત્રીની પસંદગી સુધી જાેનસન પદ પર રહેશે.HS1MS