ઉત્તર પ્રદેશમાં હવે હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે
લખનૌ, ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે પરિવહન વિભાગે એક એડવાઇઝરી જારી કરી છે. ટુ-વ્હીલર વાહનોના થતા અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે વિભાગે કડક નિયમો અપનાવવા સૂચનાઓ જારી કરાઈ છે. આમાં, ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ની નીતિ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ કમિશનર બ્રજેશ નારાયણ સિંહે એક પરિપત્ર જારી કરીને પેટ્રોલપંપ સંચાલકોને હેલ્મેટ વગર પેટ્રોલ નહીં આપવાની સૂચના આપી છે. વાહનચાલકની પાછળ બેઠેલી વ્યક્તિએ પણ જો હેલ્મેટ પહેર્યું ન હોય તો પણ પેટ્રોલ નહીં આપવા કહેવાયું છે.
આ બાબતની જાણ કરતો પત્ર તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય કમિશનરોને મોકલવામાં આવ્યો છે અને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.
ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં માર્ગ સલામતીના પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જારી કરાયેલા નિર્દેશો પણ જણાવવામાં આવ્યા હતા.SS1MS