હવે કોઈપણ છિદ્ર કર્યા વગર પથરીની સારવાર થઈ શકશે
(એજન્સી)અમદાવાદ, કીડનીમાં પથરી અને એક ચિંતાજનક સમસ્યા છે. જે સમગ્ર વિશવમાં તમામ વય જુથો અને જાતીના લોકોમાં વધી રહી છે. નેશનલ સેન્ટરફોર બાયોટેકનોલોજીફ ઈન્ફોર્મેશન એનસીબીઆઈના (NCBI) અહેવાલ મુજબ ભારતમાં કુલ વસ્તીના ૧ર% થી વધુ લોકો કીડનીની પથરીની સમસ્યાથી પીડાય છે. Now stones can be treated without any perforation
નારાયણ મલ્ટીસ્પેશીયાલીટોી હોસ્પિટલ અમદાવાદ સીનીયર કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડો.રાઘવેન્દ્ર કશ્યપ (Urologist Dr. Raghvendra Kashyap) અને તેમની ટીમના કન્સલ્ટન યુરોલોજીસ્ટ ડો.પ્રણય પટેલએ (Urologist Dr. Pranay Patel) જણાવ્યું હુતં કે પીસીએનએલ પીસીએનએલ પફયુટેનીસ નેફોલીથોટીમીના લોકપ્રીયીકરણ દ્વારા મીનીમલી આક્રમક તકનીકો દ્વારા કીડનીની પથરીનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું.
જયાં કિડનીમાં દાખાલ થવા માટે દર્દીના પાછળના ભાગમાં એક નાનો છિદ્ર બનાવવામાં આવે છે. પથરીને ખંડીત કરીને દુર કરવામં આવે છે. હવે આરઆઈઆરએસનો ઉપયોગ કરીને કોઈપણ હોલ કર્યા વગર કિડનીની પથરીની સારવાર થઈ શકે છે. આરઆઈઆરએસ રેટ્રોગેડ ઈન્સ્ટ્રારેનલ સર્જરી માટે વપરાય છે.
જે અમુક કીડનીની સ્થિતીની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ન્યુયનતમ આક્રમક સર્જીકલ પ્રક્રિશયા છે. આરઆઈઆરએસ દરમ્યાન યુરોલોજીસ્ટ મુત્ર માર્ગ દ્વારા કીડની સુધી પહોચવા માટે પાતળી, લવચીક ટયુબનો ઉપયોગગ કરે છે જેને ફલેકીસબલ કહેવાય છે. આરઆઈઆરએસ સર્જરીમાં કોઈપણ હોલકર્યા વિના બ્લડીગીના રિસ્ક વિના કરી શકાય છે.
અત્યાર સુધી અમે ૧ર૦૦ જેટલી આરઆઈઆરએસ સર્જરી હોલમીયમ લેસરની મદદથી કી છે. જે દર્દીઓ માટે ખુબ જ કારગર સાબીત થઈ છે. નારાયણ હોસ્પિટલ અમદાવાદના ફેસીલીટી ડીરેકટર હેમત ભટનાગરએ જણાવ્યું હતું કે, નારાયણ હોસ્પિટલ ખાતે અમે ફકત સ્ટોનની ટ્રીટમેન્ટ પર નહી પરંતુ સ્ટોન પ્રીવેશન પર પણ ફોકસ કરીએ છીએ. જેથી ભવીષ્યમાં તેમને સ્ટોનથી કોઈપણ પ્રકારની તકલીફ ન થાય.