હવે ગુનેગારોને ઝડપી લેવામાં પોલીસ કિન્નર સમાજના સભ્યોની મદદ લેશે !
ગુમ થયેલા બાળકોને ટ્રેનમાંથી ઝૂંપડપટ્ટીમાંથી કે ટોલબુથ ઉપરથી શોધી કાઢવામાં કિન્નરો ચાવીરૂપ ભુમીકા ભજવી શકે છે
(એજન્સી)અમદાવાદ, ગુમ થઈ ગયેલા બાળકોને શોધી કાઢવાનાં મુશ્કેલ કાર્યમાં અમદાવાદ શહેરની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને મદદ કરવા ટુંક સમયમાં જ કિન્નર સમાજના સભ્યો સ્વયંસેવકો તરીકે શહેર પોલીસની સાથે જાેડાઈ જશે. પોલીસ દ્વારા આ તદન નવતર પ્રકારની પહેલ છે.
ગુમ થયલા બાળકોને શોધી કાઢવાના મુશ્કલ કાર્યમાં આ પહેલની મદદથી ગુજરાત પોલીસનું બાતમીદારોનુું નેટવર્ક મજબુત બનશે. તે ઉપરાંત મુખ્ય પ્રવાહના સમાજ અને નાન્યતર જાતી વચ્ચે રેલી એક પ્રકારની ખાઈને પુરવામાં પણ આ પહેલ મદદરૂપ બનશે.
આ અંગે વિગતો આપતાં પોલીીસ અધ્કિારીઓએ કહયુું હતું કે ફેન્ડસ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન નામના સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના સ્વયંસેવક ગ્રુપ સાથે નવોદય ટ્રસ્ટના કેટલાંક સભ્યો જાેડાઈ જશે. સીઆઈડી ક્રાઈમ બ્રાંચનું આ સ્વયંસેવક ગ્રુપ ગુમ થયેલી વ્યકિતઓને
ગુમ થયેલા બાળકોને માનવ તસ્કરીઓન ભોગ બનેલા પરુષ કે મહીલાને શોધી કાઢવામાં અને રોડ રસ્તા પર રખડતાં બાળકોને સંરક્ષણ ગૃહ સુધી પહોચાડવામાં પોલીસ દળ અને માનવ તસ્કરી વિરોધી યુનીટનેુ મદદ કરવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે સમાજમાં કેટલાંક લોકો કિન્નરોને દેવીકૃપા પ્રાપ્ત ગણે છે. જયારે આ કિન્નરો વારે તહેવારે અને બાળકના જન્મ પ્રસંગે બળજબરીપુર્વક પૈસા ઉઘરશાવવા માટે જુદી જુદી યુકિત-પ્રયુકિત અજમાવે છે.
તેથી મોટાભાગે સમાજ તેઓને એક પ્રકારનો ઉપદ્રવ ગણે છે. પોતાનું કાર્ડ ઓળખકાર્ડ અને સરકારી દસ્તાવેજો મેળવવામાં હજુ પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહેલાં કિન્નર સમાજની હાજરી રાજયના પ્રત્યયેક જીલ્લા તાલુકા અને ગામ કે નગરોમાં વ્યાપેલી છે.
તેથી તેઓ પોલીસ માટે એક મજબુત બાતમીદારોનું જુથ બની શકશે. કિન્નરોની મદદથી ગગુમ થયેલા બાળકોને શોધવામાં વિશેષ કરીને ટ્રેનમાં ઝૂંપડપટ્ટીમાં કે ટોલ બુથ ઉપર ધમી મોદી મદદ મળી રહેશે.
સુરત ખાતેના નવોદય ટ્રસ્ટના સ્થાપક એવા કિન્નર નુરી કેવરે કહયું હતું કે, અમારા ઘણાં સામાજીક કાર્યો દરમ્યાન અમારા ધ્યાન પર આવ્યું હતું કે ગુમ થયેલા બાળકોની સમસ્યા, કિશોરવયે ઘરે છોડીને ભાગી જતાં કિશોર-કિશોરીઓની સમસ્યા દિવસે દિવવસે વધી રહી છે. અત્યારે સુધી તો અમે ફકત આ પીડીતી લોકોની સમસ્યા સાંભળતા હતા.
પરંતુ તેઓને કોઈ મદદ કરી શકતા નહોતા, પરંતુ હવે અમને આ ઉમદા કાર્ય કરવામાં ખુબ મજા આવશે.