Western Times News

Gujarati News

અત્યારે સૌથી વધારે સમય લોકો સોશીયલ મીડિયા પર પસાર કરે છે અને ડીપ્રેશનનો શિકાર બને છે

પ્રતિકાત્મક

સોશીયલ મીડીયા, વોટસએપ ગ્રુપોમાં આવતી વાતો સાંભળવામાં ખુબ સારી લાગે પણ વાસ્ત્વીક જીવનથી જોજનો દુર હોય છે અને આવી એવી રીલો ફોરવર્ડ થતી રહે છે.

‘અમારો સેમીનાર એટેન્ડ કરો અને જીવનમાં ઈચ્છો ને બધું મેળવો. ત્રીસ દિવસનો કોર્સ કરો અને ઘરે બેઠા લાખો કમાઓ. એમ કાંઈ ઘેર બેઠા લાખોની કમાણી થતી હોય તો જોઈતું તુ  જ શું?

હું એવું માનું છું કે કોઈ વ્યકિત પોતે તો આપઘાત કરવાનું વિચારે જ પણ આખા પરીવારને મારીને મરી જવાના નિર્ણય સુધી પહોચે ત્યારે એની મનોદશા વાત કરવા માત્રથી સુધરી જવાની નથી જ. એમને માત્ર કાઉન્સેલીગની જ નહીં પણ દવાની પણ સખત જરૂ છે. આવી ઘટનાઓ રોકવા માટે કાઉન્સેલીગની જ નહી પણ દવાની પણ સખત જરૂર છે. આવી ઘટનાઓ રોકવા માટે સાઈક્રિયાટ્રીસ્ટને મેદાનમાં ઉતારવાની જરૂર છે. આ બાબતે ડીપ્રેશન વધારે પડતા વિચારોનો ભોગ બની રહેલી વ્યકિત કરતાં પણ વધારે જાગૃતિ એની આજુબાજુનાં લોકોમાં હોવી જરૂરી છે.

‘હું નહી હોઉ તો ઘરનું શું થશે, ઓફીસ કેમ ચાલશે, સંતાનો કેમ જીવશે,પતિ શું કરશે, મા-બાપની જવાબદારી કોણ લેશે… વગેરે વગેરે વહેમ પાળતા આપણે અને ગાડા નીચે ચાલતા કુતરાં વચ્ચે કોઈ ફરક નથી. આપણે નહોતાં ત્યારે પણ આપણાં મા-બાપ જીવતાં હતાં. આપણાં લગ્ન નહોતાં થયા ત્યારે પણ આપણી પત્ની કે પતી જીવતા હતા.

આપણે નોકરીએ નહોતા લાગ્યા ત્યારે પણ આપણી ઓફીસ તો ચાલતી જ હતી ! આપણી હાજરી દુનિયાને છે. એના કરતાં વધારે સારી ચોકકસ બનાવી શકશે. પણ આપણી ગેરહાજરીથી દુનિયા અટકી તો નથી જ જવાની ! અને એટલે જ મારી પાછળ મારા મા-બાપ, પરીવારનું શું થશે એવી ચિંતામાં એમનું ખૂન કરવાનો પરવાનો સંતાનોને નથી જ મળી જતો !

સુરતમાં એક માણસે પોતાનાં મૃત્યુ પછી મા-બાપ અને પરીવારનું શું થશે એવા વિચારે મા-દીકરીનું ગળું દબાવી હત્યા કરી અને બાકીનાં ચારને ઝેર આપી. ગળે ફાંસો ખાઈ લીધો. લોકોએ એને સામુહીક આપઘાતનું નામ આપ્યું પણ આ એક મર્ડર કમ આપઘાતની ઘટના હતી. છેલ્લા છ મહીનામાં માત્ર સુરતમાં જ આવી સાત ઘટના નોધાઈ છે. જેમાં રર લોકોએ જીવ ગુમાવ્યો છે.

પોતાની પાછળ પોતાના પરીવાર-સંતાનોનું શું થશે એવા વિચારે પરીવાર-સંતાનોને મારી નાખી આપઘાત કરી લેનારાઓની સંખ્યા ચોકાવનારા દરે વધી રહી છે. કયાંક પિતા પરીવારને મારી આપઘાત કરી લે છે તો કયાયંક ઘરકંકાસથી ત્રાસી ગયેલી મા સંતાનોને ઝેર ખવડાવી, એમને લઈ નદીમાં કુદી જઈ કે એમનું ગળું ટૂંપી મારી નાખે છે. અને પોતે પણ મરી જાય છે.

આવી ઘટનાઓ આપણી વધી રહેલી ઈચ્છાઓ, અપેક્ષાઓ જરૂરીયાત, લાઈફ સ્ટાઈલ દેખાદેખી દંભ, જજજમેન્ટલ વૃત્તિઓ આપણાં કહેવાતા ‘સમાજ સામે લાલબત્તી લઈને ઉભી છે. અને આપણે હજીપણ મનમાં કોઈ તકલીફ હોય તો ખુલીને વાત કરો. અમે તમારી વાતો સાંભળીશું ની ફીઝુલ ચર્ચામાં સમય વેડફી રહયા છીએ. ગાબડું જયાં પડયું છે. ત્યાં લીકેજ રિપેર કરવાને બદલે આપણે કોઈ ભળતી જ જગ્યાએ લીપાપોતી કરી રહયા છીએ.

આવા આપઘાતો પાછળ આવા મર્ડર-કમ આપઘાતો પાછળ પછેડી હોય એના કરતાં વધારે સોડ તાણવાની આદતો પણ કયાંક ને કયાંક જવાવબદાર છે. આપણે આપણી ઈચ્છાઓ વધતી જ જાય છે. આપણી અપેક્ષાઓ પુરી થવાનું નામ જ નથી લેતી. દેખાદેખી પરનો કાબુ આપણે ગુમાવી ચુકયા છીઅી. આપણે લોકો માટે જીવીએ છીએ લોકો શું વિચારશે એની આપણને સૌથી વધારે ચિંતા છે. આપણી આ વૃત્તિઓ કયાંક ને કયાંક આપણને જજોખમમાં મુકી દે છે. આ બધાં પર લગામ ખૂબ જ જરૂરી છે.

જેમની પાસે સ્માર્ટ ફોન છે એ લોકો અત્યારે સૌથી વધારે સમય સોશીયલ મીડીયા પર પસાર કરે છે. સોશીયલ મીડીયા, વોટસએપ ગ્રુપોમાં સાંભળવામાં ખુબ સારી લાગે પણ વાસ્ત્વીક જીવનથી જોજનો દુર હોય એવી રીલો ફોરવર્ડ થતી રહે છે. આપણી વધતી જરૂરીયાતો ઈચ્છાઓ જાત પાસેની વધારે પડતી અપેક્ષાઓ પાછળ કયાંકને કયાંક આવી રીલો પણ જવાબદાર છે.

‘અમારો સેમીનાર એટેન્ડ કરો અને જીવનમાં ઈચ્છો ને બધું મેળવો. ત્રીસ દિવસનો કોર્સ કરો અને ઘરે બેઠા લાખો કમાઓ. નરેન્દ્ર મોદી બનવા આટલું જ કરો. તમે પણ બની શકો છો મુકેશ અંબાણી, પોઝીટીવ વિચારશો તો દુનિયાને મુઠ્ઠીમાં કરી શકશો. કૃષ્ણ ભગવાને પણ જરૂર પડયે યુદ્ધના નિયમો તોડેલા… હંમેશા સારું જ વિચારો, જીંદગીની પરીક્ષામાં અવલ નંબરે પાસ થાઓ.

વગેરે વગેરે મોટેવીશનલ વાતોની ઉલ્ટીઓ થતી રહે છે. હવા ભરવાનો પંપ જેવી રીતે સાયકલનાં ટાયરમાં હવા ભરી આપે એઅવી જ રીતે પુરતા કન્વીકશન સાથે કહેવાતી આવી વાતો આપણી અંદર પણ હવા ભરી દે છે અને આપણે માનવા માંડીયે છીએ કે, બાપુ… આપણે પણ નરેન્દ્ર મોદી મુકેશ અંબાણી સચીન તેડુલકર અમીતાભ બચ્ચન

લતા મંગેશકર બની જવાનાં ! સાંભળવામાં જ સારું લાગે. ગમે એટલે મહેનત કરશો. ગમે એટલું પેટ્રોલ ભરશો, મોઘામાં મોઘાં ટાયર નખાવશે તો પણ તમારી ૧૦૦ સીસીની કાર ફરારી નથી જ બની શકવાની. ફરારીનું એન્જીન, એનું મીકેનીઝમ એને બનાવવાની રીત ચલાવવાની રીત બધું જ જુંદું હોય છે તે વાસ્ત્વીકતા છે. પત્નીના મૃત્યુનો તાર ગજવે મુકી એઅ જ માણસ કામ કરી શકે જે સરદાર વલ્લભભાઈ પટેલ હોય. ગમે એટલી મોટેવેશનલ વાતો સાંભળશો ગમે આવું કરી શકવાના નથી !

મોટીવેશનલ વાતો, પોઝીટીવીટી માર્ગ ભટકેલાને સાચા રસ્તે લાવતી હશે એમના તૂટી ગયેલા આત્મવિશ્વાસને સાંધી આપપતી હશે પણ કયારેક એવી વાતો સાંભળી જાણતા અજાણતાં જાતનું ઓવર વેલ્યુએશન થઈ જતું હોય છે.આ ઓવર-વેલ્યએશન આપણે એવું જ સમજાવતું રહે છે. નરેન્દ્ર મોદી કરી શકે કે તો આપણે કેમ નહી. સરદાર વલ્લભભાઈ પટેલ જો કરી શકે તો આપણે કેમ નહી!

મને કયારેક એવુંલાગે છે કે સોશીયલ મીડીયા પર જનતાનાં લાભાર્થી કયાંક વાંચેલી-કયાંક સાંભળેલી વાતોની રીલ બાનવી પોસ્ટ કરતી મોટીવેશન વ્યકિતઓએ હવે થોડું અટકી જવાની જરૂર છે. આવા આપઘાત મર્ડર કમ આપઘાત અઅટકાવવા હશે તો આપણું એન્જીન કેટલા સીસીનું છે એ જાણવું પડશે. જેટલા સીસીનું એન્જીન હશે એટલી જ સ્પીડ આપણને માફક આવશે એવું સ્વીકારવું પડશે. મોટીવેશનલ વ્યકિતઓની વાતોમાં આવી જઈ સ્પીડ વધારીશું તો જોખમમાં આપણે જ મુકાશું એ નકકી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.