રૂપેએ ઝોમાલેન્ડ સિઝન 5 માટે નેમિંગ રાઇટ્સ મેળવ્યા
· રૂપે ઝોમાલેન્ડ સિઝન 5 સાત શહેરોનો પ્રવાસ કરશે અને આંતરરાષ્ટ્રીય અને નેશનલ શેફ, ખાસ તૈયાર કરાયેલા મેનુ, નવી ટિકિટ કેટેગરીઝ અને અન્ય દર્શાવશે
· રૂપે કાર્ડધારકો 29 નવેમ્બર 2024ના બપોરના 12 વાગ્યાથી 4 ડિસેમ્બર 2024ના બપોરના 12 વાગ્યા સુધી ડિસ્ટ્રીક્ટ એપ પર પ્રી-સેલ ટિકિટ્સની એક્સક્લુઝિવ એક્સેસ મેળવી શકે છે
મુંબઈ, 27 નવેમ્બર, 2024 – ઝોમાટો લાઇવે ભારતની સૌથી વધુ રાહ જોવાતા ફૂડ અને એન્ટરટેઇનમેન્ટ ફેસ્ટિવલ્સ પૈકીના એક રૂપે ઝોમાલેન્ડની પાંચમી સિઝનની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ ફૂડ, લાઇવ એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિક અને ગેમ્સની શ્રેષ્ઠ બાબતોને સાથે લાવે છે. રૂપે ઝોમાલેન્ડના સમગ્ર ફ્રેમવર્કમાં સરળ રીતે તેનું નામ ઇન્ટિગ્રેટ કરાવનારી પ્રથમ પાર્ટનર છે જે અનોખો સહયોગ બનાવે છે.
ઇન્ટિગ્રેટેડ લોગો યુનિટ (આઈએલયુ)ના ભાગરૂપે ઝોમાલેન્ડની આ એડિશન રૂપે-એક્સક્લુઝિવ ઝોન અને લેન રજૂ કરશે જે બ્રાન્ડની ઇનોવેશન અને ગ્રાહક-કેન્દ્રિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ભાગીદારીથી રૂપે યુવા અને ડાયનેમિક ઓડિયન્સ સાથે સીધું જોડાણ કરી શકશે અને હકારાત્મક જીવનશૈલી પસંદગીઓને પ્રોત્સાહન આપતા તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી શકશે.
આ સિઝનની રૂપે ઝોમાલેન્ડ 18 જાન્યુઆરી, 2025થી દિલ્હીમાં શરૂ થશે અને મુંબઈ, બેંગાલુરુ, પૂણે, કોલકાતા, જયપુર અને ઇન્દોર સહિતના ભારતના સાત શહેરોમાં પ્રવાસ કરશે. ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિક અને ગેમ્સના અનોખા મિશ્રણ સાથે યાદગાર અનુભવ માણવા તૈયાર થઈ જાઓ.
આ ભાગીદારી અંગે એનપીસીઆઈના ચીફ માર્કેટિંગ ઓફિસર રમેશ યાદવે જણાવ્યું હતું કે અમે ઝોમાલેન્ડની પાંચમી સિઝન માટે ઝોમાટો સાથે સહયોગ સાધતા ખુશી અનુભવીએ છીએ જે ઇનોવેશન અને ઇમર્સિવ અનુભવોના મિશ્રણનું વચન આપે છે. તેનાથી અમે રૂપે એક્સક્લુઝિવ ઝોન, એક્સપ્રેસ લેન અને ક્યુરેટેડ પ્રીમિયમ અનુભવો સાથે ગ્રાહકો સાથે જોડાણ કરી શકીએ છીએ. અમે ડિજિટલી કુશળતા ધરાવતા અને સોશિયલી એક્ટિવ યુઝર્સ સાથે જોડાવા માટે દરેક ટચપોઇન્ટ્સને પરિવર્તિત કરવામાં માનીએ છીએ. આ ભાગીદારી રૂપેને યાદગાર ક્ષણો બનાવવા અને કાર્ડધારકો માટે સારી લાઇફસ્ટાઇલ પસંદગીઓ સક્ષમ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ઝોમાલેન્ડ સિઝન 5 અંગે ટિપ્પણી કરતા ઝોમાટો લાઇવના સીઈઓ ઝીના વિલ્કેઝિમે જણાવ્યું હતું કે અમે ઝોમાલેન્ડના પાંચ અદ્ભુત વર્ષોની ઊજવણી કરતા રોમાંચિત છીએ. આ એક ફેસ્ટિવલ જ નથી, તે ભારતના વિવિધતાભર્યા ભોજનના વારસા અને આપણા આધુનિક કલ્ચરમાં તે કેવી રીતે ભળે છે તેની ઊજવણી છે. ચોથી સિઝનની સફળતાએ નવો માપદંડ સ્થાપ્યો છે અને અમે આ સિઝનમાં નવું શું આવે છે તેના માટે રોમાંચિત છે. અમે આ સિઝનને વધુ મોટી અને વધુ બોલ્ડ બનાવી છે જે દેશના અત્યંત રોમાંચક રેસ્ટોરાં પૈકીના કેટલાક દ્વારા ક્યુરેટેડ ફૂડ ટેસ્ટિંગ, નવી ટિકિટ કેટેગરીઝ અને મેઇન સ્ટેજ તથા બ્રાન્ડ ન્યૂ વર્કશોપ સ્ટેજ સાથે પ્રીમિયમ અનુભવો રજૂ કરે છે. એક્સક્લુઝિવ ડાઇનિંગ અનુભવોથી માંડીને તરબતર કરતા મનોરંજન સુધી રૂપે ઝોમાલેન્ડ સિઝન 5 ફૂડ અને કલ્ચરની તમામ બાબતોની અનન્ય ઊજવણી કરશે. અમે આ સિઝનમાં સૌ કોઈના માટે ‘Feast Mode On’ સ્વિચ કરવા માટે આતુર છીએ.
રૂપે ઝોમાલેન્ડ સિઝન 5 રસોઈકળાના વિવિધ નિષ્ણાંતોની યજમાની કરશે જેઓ બિલકુલ અનોખા અને યાદગાર ડાઇનિંગ અનુભવો પૂરા પાડતા માસ્ટરક્લાસીસ દ્વારા ભારતીય મંચ પર તેમની વૈશ્વિક કુશળતા રજૂ કરશે. ફેસ્ટિવલના અનુભવને વધારતા ઝોમાલેન્ડ સ્વાદની અનુભૂતિને વધારવા માટે પ્રીમિયમ, ટોચના અને દિગ્ગજ રેસ્ટોરાં પાર્ટનર્સ રજૂ કરશે અને ફેસ્ટિવલના પ્રેક્ષકો માટે પર્સનલાઇઝ્ડ મેનુ સાથે શ્રેષ્ઠ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યંજનો દર્શાવશે.
ફેસ્ટિવલ માટેની ટિકિટ્સનું પ્રીસેલ 29 નવેમ્બર, 2024ના બપોરના 12 વાગ્યાથી 4 ડિસેમ્બર, 2024ના બપોરના 12 વાગ્યા સુધી ડિસ્ટ્રીક્ટ એપ પર માત્ર રૂપે કાર્ડધારકો માટે ઉપલબ્ધ રહેશે. આના પછી ટિકિટ્સ ડિસ્ટ્રીક્ટ એપ પર 4 ડિસેમ્બર, 2024ના બપોરના 12 વાગ્યાથી સામાન્ય ખરીદી માટે ઉપલબ્ધ કરાવાશે. ડિસ્ટ્રીક્ટ એપ અત્યારે જ ડાઉનલોડ કરો.