Western Times News

Gujarati News

NRC-NPR ગરીબો પર ટેક્સ છે : રાહુલ ગાંધી

રાયપુર: નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને એનઆરસી પર જારી ધાંધલ ધમાલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીએએ અને એનઆરસીને ગરીબો પર નાગરિકતાના ટેક્સ તરીકે ગણાવ્યું હતું. દેશનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પહેલા ભારત અને ચીનને સમગ્ર દુનિયા એક ગતિ સાથે આગળ વધતા જાઈ રહ્યું હતું

પરંતુ આજે ભારતમાં માત્ર હિંસા જ દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાનૂનને લઇને આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન પોતાનું કામ વ્યવÂસ્થતરીતે કરી શકતું નથી. છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા દુનિયા એવું કહી રહી હતી કે, ચીન અને ભારત એક જ ગતિ સાથે આગળ વધી રહ્યું છે પરંતુ હવે દુનિયામાં ભારતમાં માત્ર હિંસા જ દેખાઈ રહી છે.

માર્ગો ઉપર મહિલાઓ અસુરક્ષિત દેખાઈ રહી છે અને બેરોજગારી વધી રહી છે. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસી પર કહ્યું હતું કે, એનસીઆર હોય કે પછી એનપીઆર, બંને ગરીબો પર ટેક્સ છે. નોટબંધી પણ ગરીબો પર ટેક્સ હતો. આ સમગ્રરીતે ગરીબો પર આક્રમણ છે. લોકોને નોટબંધીની જેમ જ લાઈનોમાં ઉભા રાખી દેવામાં આવનાર છે. આનાથી દેશનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જીડીપી જે ક્યારેક નવ પર હતો જે આજે ચાર ઉપર પહોંચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.