Western Times News

Gujarati News

રાજસ્થાનનો NRI ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ આપશે

નવી દિલ્હી, રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો, જે બાદ દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. દેશના તમામ લોકો ખુશીથી ઝૂમી રહ્યા છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. હવે બાડમેર નિવાસી એનઆરઆઈપૃથ્વીરાજ સિંહ કોલુએ ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ પર ભારતીય વૈજ્ઞાનિકોની સફળતાને ધ્યાનમાં રાખીને એનઆરઆઈપૃથ્વીસિંહે આ જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.