Western Times News

Gujarati News

એનએસએ દોવાલ ચીન પહોંચ્યા: દ્વિપક્ષીય સંબંધો સુધારવા વાટાઘાટ કરશે

બેઇજિંગ, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ મંગળવારે ‘ભારત-ચીન સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ’ની વાટાઘાટમાં ભાગ લેવા ચીનની રાજધાની પહોંચ્યા હતા. તે બુધવારે યોજાનારી વાટાઘાટમાં હિસ્સો લેશે.પૂર્વ લદ્દાખના સરહદી વિવાદને કારણે ભારત-ચીનના દ્વિપક્ષીય સંબંધો લગભગ ચાર વર્ષ સુધી તણાવયુક્ત રહ્યા હતા.

જોકે, બંને દેશ વચ્ચે ૨૧ ઓક્ટોબરે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવા સમજૂતી પછી હકારાત્મક પગલાં લેવાયા છે. અજિત દોવાલ બુધવારે ‘ભારત-ચીન સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ’ની ૨૩મા રાઉન્ડની વાટાઘાટમાં ભાગ લેશે. જેમાં તે ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યીને મળશે. બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબૂત બનાવવાની ચર્ચા થશે.

ચીને મહત્વની વાટાઘાટ પહેલાં મંગળવારે જણાવ્યું હતું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાનમાં થયેલી સમજૂતીનું પાલન કરવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે, “ચીન બંને દેશના નેતાઓ વચ્ચે થયેલી મહત્વની સમજૂતી અનુસાર ભારત સાથે કામ કરવા તૈયાર છે.

અમે વાટાઘાટ દ્વારા પરસ્પર વિશ્વાસ અને ભરોસો વધારવા માંગીએ છીએ. જેથી દ્વિપક્ષીય સંબંધોમાં સ્થિર વૃદ્ધિ શક્ય બને.” ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “કઝાનમાં બંને દેશના નેતાઓ વચ્ચેની વાટાઘાટમાં થયેલી સમજૂતી અનુસાર દોવાલ અને વાંગ સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે ચર્ચા કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.