NSDCએ ટ્રેનિંગ પાર્ટનર તરીકે વ્હાઇટહેટ જુનિયરને ઓનબોર્ડ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/NSDC-logo.jpg)
આ ભાગીદારીનો હેતુ દેશભરમાં કોડિંગ ટ્રેનર્સની ક્ષમતા નિર્માણનો છે
– ત્રણ વર્ષમાં 12,500 કોડિંગ ટ્રેનર્સને તાલીમ અપાશે
મુંબઇ, ભારતના યુવાનોના કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ માટે દેશની સર્વોચ્ચ સંસ્થા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી)એ સ્કિલ ઇન્ડિયા મીશનને વેગ આપવા માટે તેના ટ્રેનિંગ પાર્ટનર તરીકે અગ્રણી લાઇવ વન-ઓન-વન ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ વ્હાઇટહેટ જુનિયરને એમ્પેનલ કર્યું છે.
આ ભાગીદારી દ્વારા વ્હાઇટહેટ જુનિયર દેશભરમાં બાળકોને કોડિંગ શીખવવા માટે યોગ્યતા ધરાવતા કોડર્સના પ્રતિભાશાળી સમૂહમાં નોંધપાત્ર વધારો કરવાની દિશામાં યોગદાન આપશે.
જાહેર-ખાનગી ભાગીદારી સંસ્થા એનએસડીસીને એવી પહેલ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે કે જે ભારતીય યુવાનોમાં માર્કેટ-રેડી કૌશલ્યોની તાલીમ આપવા ઉપર ભાર મૂકે છે. ઇન્ડસ્ટ્રી 4.0ના આગમન સાથે કોડિંગ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) અને રોબોટિક્સ જેવાં ક્ષેત્રોમાં કુશળ કામદારોની માગમાં વધારો થઇ રહ્યો છે. ન્યુ એજ્યુકેશન પોલીસી (એનઇપી) 2020માં શાળાઓમાં વ્યવસાયિક તાલીમ અને ડિજિટલ/આઇટી સંબંધિત કૌશલ્યોની શરૂઆત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
વ્હાઇટહેટ જુનિયર દેશમાં સૌથી મોટા કિડ્સ કોડિંગ પ્લેટફોર્મ્સ પૈકીનું એક છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે આઇટી લર્નિંગ અને કોડિંગને પ્રોત્સાહન આપે છે, જેથી તેઓ નવા ટેકનીકલ વિશ્વ માટે સજ્જ બની શકે. આ ભાગીદારી ઇકોસિસ્ટમ માટે શિક્ષકોના અભ્યાસ અને અપસ્કિલિંગને પ્રોત્સાહન આપશે.
વ્હાઇટહેટ જુનિયરના સંસ્થાપક અને સીઇઓ કરણ બજાજે જણાવ્યું હતું કે, “દરેક બાળકને ટેક્નોલોજીના યુગમાં ટેક્નોલોજીના વપરાશકર્તાની સામે ક્રિએટર બનાવવાના વિઝન સાથે વ્હાઇટહેટ જુનિયરની સ્થાપના કરવામાં આવી હતી. પ્રતિષ્ઠિત એનએસડીસી સાથે ભાગીદારી કરીને અમે દેશના છેવાડા સુધી ટ્રેનર્સના નેટવર્કની રચના કરીને ભારતમાં દરેક બાળકના જીવન સુધી પહોંચવાના વિઝન માટે સક્ષમ બનીશું.”
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અરૂણ પિલ્લાઇ જણાવ્યું હતું કે, “એનએસડીસી વિશ્વ-સ્તરીય સંસ્થાઓ સાથે કામ કરીને તેમની ટ્રેનિંગ ક્ષમતાઓ, જ્ઞાન અ ઇનોવેશનને દેશભરના અભ્યાસકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવે છે.
અમારું માનવું છે કે વ્હાઇટહેટ જુનિયર સાથેની અમારી ભાગીદારી વિદ્યાર્થીઓના વિશાળ સમૂહને ઉભરતી ટેક્નોલોજીમાં કૌશલ્યો હાંસલ કરવામાં મદદરૂપ બનશે. તેનાથી તેઓ ઝડપથી બદલાતા જીવનના આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં અસરકારક રીતે ભાગીદાર બનવા સક્ષમ બનશે.”