Western Times News

Gujarati News

NSE પોતાનાં ફર્સ્ટ એગ્રીકલ્ચરલ કોમોડિટી ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કરશે

 ક્રૂડ ડિગમ્ડ સોયાબીન ઓઇલ (સીડીએસઓ) માટે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 1 ડિસેમ્બર, 2020ના રોજ લોન્ચ થશે.

ભારતમાં અગ્રણી સ્ટોક એક્સચેંજ, નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઈ) 1 ડિસેમ્બર, 2020ના રોજ ક્રૂડ ડિગમ્ડ સોયાબીન ઓઇલ (સીડીએસઓ) માટે પોતાનાં ફર્સ્ટ એગ્રીકલ્ચરલ કોમોડિટી ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કરશે. કોન્ટ્રાક્ટ એ માસિક એક્સપાયરી કેશ સેટલ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ છે જેનો ટ્રેડિંગ લોટ સાઇઝ 10 એમટી છે અને કંડલા તરીકે કિંમતનો આધાર છે.

એનએસઇના એમડી અને સીઇઓ શ્રી વિક્રમ લિમાયે જણાવ્યું કે, “એનએસઈ ઇન્ડિયન કોમોડિટી બજારોને અનુકૂળ અને ખર્ચ-અસરકારક ઓનશોર હેજિંગ પ્રોડક્ટ્સ પ્રદાન કરીને ડીપ કરવા સમર્પિત છે. ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટાં ગ્રાહકોમાંથી એક છે, તેના માટે ક્રૂડ સોયાબીન તેલ માટે પણ એક સક્ષમ હેજિંગ મિકેનિઝમની જરૂર છે. આ ઉત્પાદન બજારના સહભાગીઓ અને મોટા ભાગે કોમોડિટી ઇકોસિસ્ટમ માટે પરફેક્ટ પ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તરીકે કાર્ય કરશે.”

સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસઇએ) એ આ પ્રસંગે એનએસઈને અભિનંદન પાઠવ્યા છે. એસઈએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, “એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટએ ખૂબ ઉપયોગી સાધન છે જે પ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટને અનુકૂળ અને ઉદ્યોગ માટે સરળ બનાવે છે. મને ખાતરી છે કે અમારા સભ્યો આ ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટને તેમના રોજિંદા વ્યવસાયિક હેતુ માટે પણ ઉપયોગી જોશે. આવા વધુ ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ  આગળ વધવા જોઈએ જેથી આપણે ભારતમાં વાઇબ્રન્ટ કોમોડિટી બજારોની ઇકોસિસ્ટમ મેળવી શકીએ. ”

ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાત કરનાર છે. આ ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન કોમોડિટી ડેરિવેટિવ્ઝ ઇકોસિસ્ટમમાં મિસિંગ લિંક પ્રદાન કરશે અને ભારત અને વિદેશમાં સોયાબીન ઓઇલ પ્રોસેસિંગ અને તેનાથી જોડાયેલા ઉદ્યોગોને સુવિધા આપશે, જે તેમના ભાવ જોખમને મેનેજ કરવા માટે એક સંપૂર્ણ હેજિંગ સાધન છે.

25 વર્ષ કરતા વધુ પહેલા શરૂ થયેલાં બજારમાં સુવિધાજનક ઉત્પાદનો અને સેવાઓ લાવવાની એનએસઈના મિશનમાં તેના ફર્સ્ટ એગ્રીકલ્ચરલ કોમોડિટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનું લોકાર્પણ હજી એક બીજું લક્ષ્ય છે. અમારા હાલના ઉત્પાદનોના એગ્રીકલ્ચરલ કોમોડિટીઝની રજૂઆત બ્રોકિંગ કોમ્યુનિટીને એક જ પ્લેટફોર્મ પર વેપાર અને સ્પષ્ટ કરવા માટે સંપૂર્ણ એનએસઈ એડવાન્ટેજ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.