NSEએ વર્ષ 2024માં 268 IPO થકી 17.3 અબજ ડોલરનું ફંડ એકત્રિત કરી વિક્રમી સર્જયો
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ કેલેન્ડર વર્ષ 2024માં વિશ્વભરમાં પ્રાયમરી માર્કેટમાં સર્વોચ્ચ ઇક્વિટી કેપિટલ એકત્રિત કર્યાનો અને એશિયામાં સૌથી વધુ સંખ્યામાં આઈપીઓનો વિક્રમી માઇલસ્ટોન હાંસલ કર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને એસએમઈ (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 સફળ આઈપીઓ સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવ્યાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા આઈપીઓની સૌથી વધુ સંખ્યા છે જે ભારતના મૂડી બજારોમાં રોકાણકારોના વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે. National Stock Exchange (NSE) achieves record milestones of highest numbers of IPOs within ASIA
કેલેન્ડર વર્ષ 2024માં વિશ્વભરમાં કુલ 1,145 આઈપીઓ ભરાયા હતા જેની સામે ગત વર્ષે 2023માં આ સંખ્યા 1,271 હતી. ભારતે આ મામલે નેતૃત્વ સંભાળ્યું હતું જેમાં એનએસઈ પર 268 કંપનીઓ આઈપીઓ લાવી હતી અને રૂ. 1.67 લાખ કરોડ (19.5 અબજ ડોલર)નું ફંડ એકત્રિત કર્યું હતું (ભારતમાં સૌથી મોટા અને વિશ્વભરમાં બીજા ક્રમના સૌથી મોટા 3.3 અબજ ડોલરના હ્યુંડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ સહિત).
આમાં મેઇન બોર્ડ અને એસએમઈ લિસ્ટિંગનો સમાવેશ થાય છે જેમાં 90 કંપનીઓ (REiTS, InVITS અને એફપીઓ સિવાય) મેઇન બોર્ડ પર લિસ્ટ થઈ હતી અને રૂ. 1.59 લાખ કરોડ (18.57 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા જ્યારે 178 એસએમઈએ રૂ. 7,349 કરોડ (0.86 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા. આ નાણાંકીય પ્રવૃત્તિમાં વધારો વિકાસ માટે જાહેર મૂડી ઇચ્છતી કંપનીઓમાં રહેલો ટ્રેન્ડ અને રોકાણકારોના મજબૂત રસને દર્શાવે છે.
એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર (સીબીડીઓ) શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે આ કેલેન્ડર વર્ષમાં વિક્રમી સંખ્યામાં આઈપીઓ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં સંભાવના અને સ્થિતિસ્થાપકતા રહેલી છે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ તેની વિકાસની વ્યૂહરચનાઓને ટેકો આપવા માટે પબ્લિક માર્કેટના મહત્વને સમજી રહી છે.
વાસ્તવમાં ડેટા સૂચવે છે કે એનએસઈએ એકલા હાથે જ એશિયામાં અન્ય ટોચના એક્સચેન્જ કરતાં વધુ સંખ્યામાં આઈપીઓ હાથ ધર્યા હતા જે જાપાન (જાપાન એક્સચેન્જ ગ્રુપ), હોંગ કોંગ (હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ) અને ચીન (શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ)ના શેરબજારોએ સાથે મળીને હાથ ધરેલા આઈપીઓ કરતાં વધુ હતા.
આ ઉપરાંત એનએસઈએ કેલેન્ડર વર્ષ 2024માં આઈપીઓ થકી 17.3 અબજ ડોલરનું સૌથી વધુ ફંડ એકત્રિત કરવામાં ભૂમિકા ભજવી હતી જેની સામે એનવાયએસઈએ 15.9 અબજ ડોલર અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે 8.8 અબજ ડોલરનું ફંડ મેળવવામાં ભૂમિકા ભજવી હતી.
નીચે જણાવેલ ટેબલ એનએસઈએ જાપાન (જાપાન એક્સચેન્જ ગ્રુપ), હોંગ કોંગ (હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ) અને ચીન (શાંઘાઈ શઅઠઓખ એક્સચેન્જ) સહિતના એશિયાના ટોચના એક્સચેન્જની સામે કરેલી પ્રભાવશાળી કામગીરી દર્શાવે છે. આ ઉપરાંત ડેટા ટોચના પાંચ એક્સચેન્જીસ દ્વારા આઈપીઓમાં એકત્રિત કરાયેલા ફંડ (અબજ ડોલરમાં)ને દર્શાવે છે. આ આંકડા સૂચવે છે કે ભારતના એનએસઈએ અન્ય મોટા વૈશ્વિક એક્સચેન્જીસની સરખામણીએ એકત્રિત કરાયેલા સી ફંડ્સના લિસ્ટિંગની સંખ્યાની બાબતે નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે.
દેશ | એક્સચેન્જ | કુલ આઈપીઓ |
ભારત | નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા | 268 |
જાપાન | જાપાન એક્સચેન્જ ગ્રુપ (છ એક્સચેન્જીસનો સમૂહ) | 93 |
હોંગ કોંગ | હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ | 66 |
ચીન | શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ | 101 |
દેશ | એક્સચેન્જ | કુલ એકત્રિત કરેલી રકમ (અબજ ડોલરમાં) (અંદાજિત) |
ભારત | નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા | 19.5* |
યુએસએ | નાસ્ડેક | 16.5 |
યુએસએ | એનવાયએસઈ | 15.9 |
હોંગ કોંગ | હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ | 10.4 |
ચીન | શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ | 8.8 |
*Based on RBI reference rate of 85.62 for USD-INR as on 31.12.2024
આપણે 2025 તરફ નજર કરી રહ્યા છીએ ત્યારે એનએસઈ તેની વિકાસની સફરના વિવિધ તબક્કે બિઝનેસીસને ટેકો આપવામાં અને વધુ મૂડી એકત્રિત કરવા માટે તેના પ્લેટફોર્મને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ રહે છે.