ટિપ્સ આપતા બ્રોકરોથી ચેતી જવા NSEએ રોકાણકારોને ચેતવણી આપી
NSEએ વેબસાઈટ પર રજીસ્ટર્ડ સ્ટોક બ્રોકર ચેક કરી રોકાણ કરવાની સલાહ આપી
રોકાણકારો સાવધાન- એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “આર્યન” નામના વ્યક્તિ (મોબાઇલ નંબર 7084573803 દ્વારા ઓપરેટ કરે છે) અને “નવીન સરોહા” (મોબાઇલ નંબર 9811280086 દ્વારા ઓપરેટ કરે છે) સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપે છે, શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર તથા રોકાણકારોને તેમના લોગઇન આઇડી અને પાસવર્ડ શેર કરવાની વિનંતી કરીને તેનું ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની ઓફર કરે છે. NSE – Caution for Investors.
રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સૂચિત કરવામાં આવે છે તે કોઇપણ વ્યક્તિ સાથે તેમના યુઝર આઇડી/પાસવર્ડ જેવાં ટ્રેડિંગ ક્રેડેન્શિયલ શેર કરવા નહીં.
અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ પર “https://www.nseindia.com/invest/find-a-stock-broker” લિંક હેઠળ “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે.
આ ઉપરાંત એક્સચેન્જમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/તેમને ચૂકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે જણાવાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિ/એકમ સાથે વ્યવહાર કરતી વખતે તેમની વિગતો તપાસે.
એક્સચેન્જ દ્વારા ઇશ્યૂ કરાયેલી પ્રેસ રિલિઝની એકીકૃત યાદી એનએસઇની વેબસાઇટ ઉપર “https://www.nseindia.com/invest/advisory-for-investors” લિંક હેઠળ ઉપલબ્ધ છે. આવી પ્રતિબંધિત સ્કીમમાં ભાગ લેતા રોકાણકારો માટે આ કૃત્ય તેમના પોતાના જોખમે તથા કિંમતે રહેશે અને આવી સ્કીમના કોઈપણ પરિણામો એક્સચેન્જ દ્વારા મંજૂર કે માન્ય કરવામાં આવતા નથી.
રોકાણકારો એ પણ ધ્યાનમાં લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિખવાદો માટે નીચે મુજબના કોઈપણ નિરાકરણો રોકાણકારોને ઉપલબ્ધ રહેશે નહીઃ
- એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકાર સુરક્ષાના લાભો
- એક્સચેન્જ ડિસ્પ્યુટ રિસોલ્યુશન મિકેનિઝમ
- એક્સચેન્જ દ્વારા સંચાલિત ઇન્વેસ્ટર ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ
રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા માટે સલાહ આપવામાં આવે છે.