Western Times News

Gujarati News

સમગ્ર ઉદ્યોગનું જ્ઞાન વધારવાની વર્કશોપ્સ માટે NSEએ IFC તથા ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ સાથે સહયોગ કર્યો

મુંબઈ,  નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ભારતીય ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ ગહન વર્કશોપ પૂરી થવાની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ મહત્વની ઇવેન્ટ્સ બે અલગ અલગ સ્થળે બે દિવસમાં યોજાઈ હતીઃ પહેલી મુંબઈમાં 3 એપ્રિલ, 2024ના રોજ અને બીજી નવી દિલ્હીમાં 5 એપ્રિલ, 2024ના રોજ.

સમગ્ર દિવસ લાંબી ચાલેલી આ ‘Deep Dive in Green, Social, and Sustainability (GSS) Bonds Issuance Process’ ટાઇટલ હેઠળની વર્કશોપ્સ IFC REGIO ટેક્નિકલ આસિસ્ટન્સ ફેસિલિટી હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઈએફસી), એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ દ્વારા સ્પોન્સર્ડ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ (સીબીઆઈ) સાથે સંયુક્ત પ્રયાસોમાં હતી.

કેવળ વર્કશોપ કરતાં વિશેષ એવી આ પહેલ આપણા માર્કેટ્સ તથા સમાજ માટે ટકાઉ ભવિષ્ય ઘડવા માટે જીએસએસ બોન્ડ્સની શક્તિનો લાભ લેવા માટે ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પોલિસીમેકર્સ માટે મહત્વનો મુદ્દો સાબિત થઈ હતી. જીએસએસ બોન્ડ્સના મહત્વના ક્ષેત્રની આસપાસની ચર્ચાને પ્રોત્સાહન આપવા તથા જ્ઞાન વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ભારતમાં ક્લાઇમેટ ફાઇનાન્સિંગ ગેપને પૂરવા માટે મહત્વનું પગલું દર્શાવે છે.

તેણે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના હેતુથી નવીનતમ ફાઇનાન્શિયલ મિકેનિઝમ શોધવા, ઇનસાઇટ શેર કરવા અને ચર્ચાઓ કરવા માટે વિવિધ સેક્ટર્સના હિસ્સેદારો માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

આ ટ્રેનિંગમાં ફાઇનાન્સ, રિયલ સેક્ટર અને વિવિધ અન્ય ઉદ્યોગોના સહભાગીઓએ ભાગ લીધો હતો જેમણે જીએસએસ બોન્ડ ઇશ્યૂ કરવાની કામગીરીની જાણકારી મેળવી હતી. ફાઇનાન્સ અને ટકાઉપણા અંગે નિષ્ણાંતોની આગેવાની હેઠળના સેશન્સમાં લેબલ્ડ બોન્ડ યુનિવર્સ, લેબલ્ડ બોન્ડ પ્રી અને પોસ્ટ ઇશ્યૂઅન્સ પ્રોસેસ તથા જીએસએસ બોન્ડ ઇશ્યૂ કરવા માટે જે-તે દેશ સંબંધિત પરિપ્રેક્ષ્ય જેવા વિષયોની ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

ભારતના ટકાઉપણા એજન્ડાને આગળ વધારવા માટે જીએસએસ બોન્ડ્સના મહત્વ પર ભાર મૂકતાં આ ટ્રેનિંગમાં ફાઇનાન્સિંગમાં નવીનતમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંસાધનો શોધવાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કેસ સ્ટડીઝ અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ દ્વારા સહભાગીઓએ થિમેટિક બોન્ડ ઇશ્યૂ કરવાના ક્ષેત્રે આગળ કેવી રીતે વધવું અને ટકાઉ ફાઇનાન્સમાં ઊભરતી તકોનો લાભ કેવી રીતે લેવો તેના અંગે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું.

IFSCએના ચેરપર્સન શ્રી કે રાજારમણે જીએસએસ બોન્ડ્સના મહત્વ અંગે પોતાના ગહન વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે “ક્લાઇમેટ ચેન્જના વધતા પડકારને નાથવો ખૂબ જરૂરી છે અને ભારતમાં તેના માટે ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબિલિટી લિંક્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને મજબૂતપણે અપનાવવાની જરૂર ઊભી કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “આજની ટ્રેનિંગ ઇવેન્ટ એક મહત્વની પહેલ રજૂ કરે છે

જે આ ક્ષેત્રે અસરકારક રીતે આગળ વધવા માટે વ્યક્તિઓ અને સંસ્થાનોમાં જાગૃતતા તેમજ તૈયારીઓ વધારે છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે ગિફ્ટ આઈએફએસસીએ અગ્રીમ મોરચે છે, ખાસ કરીને ગિફ્ટ આઈએફએસસી ખાતે સ્વૈચ્છિક કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ ઊભું કરવામાં અને ભારતના અપડેટેડ એનડીસીમાં ઝડપી ગતિએ પ્રદાન કરવામાં, ત્યારે અમે ન કેવળ હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તેને હાંસલ કરવા માટે સક્રિયપણે અગ્રીમ ભૂમિકા નિભાવી રહ્યા છીએ.”

ઉત્તરાખંડ સરકારના સેન્ટર ફોર પબ્લિક પોલિસી એન્ડ ગુડ ગવર્નન્સ (સીપીપીજીજી)ના સેક્રેટરી- પ્લાનિંગ અને સીઈઓ, ડો. આર. મીનાક્ષી સુંદરમે જણાવ્યું હતું કે “જીએસએસ સિદ્ધાંતોનું યુએલબી અને અન્ય સરકારી એકમો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોગ્રામ્સ માટે ફાઇનાન્સિંગ મિકેનિઝમમાં ઇન્ટિગ્રેશન કેવળ વ્યૂહાત્મક નથી પરંતુ ટકાઉ શહેરી વિકાસ માટે અનિવાર્ય છે.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે “સીપીપીજીજી ખાતે અમે નીતિ સુધારા અને ટકાઉ વિકાસમાં ઉત્તરાખંડ સરકારના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે સંશોધન, સંકલિત આયોજન અને વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ કરવાનો ધ્યેય ધરાવીએ છીએ.

આ અભિગમ ન કેવળ રાજ્યને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રેરિત કરે છે પરંતુ આર્થિક વિકાસ તેમજ સામુદાયિક કલ્યાણ માટે ટકાઉ, ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ માટે અમારી પ્રતિબદ્ધતાનું પણ ઉદાહરણ આપે છે.” ડો. સુંદરમે વધુમાં જણાવ્યું હતું કે “મને ખાતરી છે કે આઈએફસી, ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ અને એનએસઈ દ્વારા સંયુક્તપણે હાથ ધરાયેલી આ વર્કશોપ અમારી ભાગીદારી અને નેટવર્કને મજબૂત બનાવવા ઉપરાંત સહયોગ, સંકલન અને સામુદાયિક સહભાગિતાને અપનાવવામાં ઘણી આગળ વધશે.”

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર આઈએએસ શ્રીમતી શાલિની અગ્રવાલે જીએસએસ ઇન્સ્ટ્રુમેન્ટ્સની પરિવર્તનકારી શક્તિની ચર્ચા કરતા જણાવ્યું હતું કે “ક્લાઇમેટ ચેન્જ સામે અમારી શોધમાં જીએસએસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટૂલ્સ તરીકે જ નહીં પરંતુ ટકાઉપણા અંગે શહેરી પરિવર્તનના માર્ગદર્શનની દીવાદાંડી તરીકે ઊભા છે. તેમણે ઉમેર્યું હતું કે આ ટ્રેનિંગ ઇવેન્ટ એક મહત્વનું પ્લેટફોર્મ છે જે ટકાઉ ફાઇનાન્સિંગમાં સફર માટે હિસ્સેદારોને જ્ઞાન આપે છે અને તૈયાર કરે છે

જે સામૂહિક કામગીરી તેમજ માહિતગાર નિર્ણયો લેવાના મહત્વને ઉજાગર કરે છે.” પોતાની સિદ્ધિઓ તથા ભાવિ યોજનાઓ પર પ્રકાશ પાડતા સુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે “સુરત માટે ગ્રીન બોન્ડ રજૂ કરવા સાથે અમે ન કેવળ ટકાઉ શહેરી વિકાસને આગળ વધારવા પરંતુ સમગ્ર ભારતની મ્યુનિસિપાલિટી માટે એક શિરસ્સો સ્થાપવાનો પણ ધ્યેય રાખીએ છીએ જે સમાજ અને પર્યાવરણની સુખાકારી માટે ફાઇનાન્શિયલ માર્કેટ્સના અસરકારક ઉપયોગને દર્શાવે છે.”

આઈએફસીના ઈન્ડિયા કન્ટ્રી હેડ સુશ્રી વેન્ડી જો વેર્નરે જણાવ્યું હતું કે, “જીએસએસ બોન્ડના ગ્લોબલ ઇશ્યૂઅર અને ભારતમાં લાંબા ગાળાના રોકાણકાર તરીકે આઈએફસી દેશમાં ટકાઉ ફાઇનાન્સ માર્કેટને ઉત્પ્રેરિત કરવા પ્રતિબદ્ધ છે. અમે જીએસએસ બોન્ડ્સ અને અન્ય નવીન નાણાંકીય સાધનોની પહોંચ અને અસરને વિસ્તારવા માટે ઇશ્યૂઅર્સ અને મોટી ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા રહેવાની આશા રાખીએ છીએ, જેથી વધતા આબોહવા પડકારો વચ્ચે વાસ્તવિક, સકારાત્મક પરિણામો મળે તેવી પહેલમાં વધુ રોકાણ કરી શકાય. અમે થીમેટિક બોન્ડને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ફાઇનાન્સ સેક્ટરને આગળ વધારવા માટે અમારા ચાલુ પ્રયાસોને પૂરક બનાવવા માટે એનએસઈને તેમની ભાગીદારી માટે સ્વીકૃતિ આપવા માંગીએ છીએ.”

ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવના ટેક્નિકલ આસિસ્ટન્સ અને કેપેસિટી બિલ્ડિંગના હેડ ઝાલિના શમસુદીને જણાવ્યું હતું કે “ટકાઉ ફાઇનાન્સની તાકીદની માંગ વચ્ચે એનએસઈ, આઈએફસી અને ક્લાઈમેટ બોન્ડ્સ ઈનિશિયેટિવ વચ્ચેનો સહયોગ ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબિલિટી બોન્ડના ક્ષેત્રમાં નેવિગેટ કરવા માટે બજારના હિસ્સેદારોને જરૂરી જ્ઞાન અને સાધનો સાથે સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિનો સંકેત આપે છે. આ વર્કશોપ માત્ર શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે જ નહીં પરંતુ સામૂહિક કામગીરી માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપે છે જે નાણાંકીય ઇકોસિસ્ટમને હરિયાળા અને વધુ સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ લઈ જવા માટે જરૂરી ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.”

એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, “આ નિર્ણાયક ક્ષણે અમે ટકાઉપણા-કેન્દ્રિત નાણાંકીય ક્રાંતિની ક્ષિતિજે ઊભા છીએ ત્યારે જીએસએસ બોન્ડ્સ પરની અમારી વર્કશોપ ભારતની આબોહવા ફાઇનાન્સિંગ અંતરને પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આઈએફસી, સીબીઆઈ,

એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ જેવા પ્રતિષ્ઠિત ભાગીદારો સાથે મળીને આ પહેલ એક ટ્રેનિંગ પ્રોગ્રામ કરતાં સવિશેષ છે – તે જીએસએસ બોન્ડની પરિવર્તનકારી શક્તિનો ઉપયોગ કરવા માટે લીડર્સ અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે એક સ્પષ્ટ કોલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાથે મળીને અમે ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ જ્યાં રોકાણ સાથે સ્થિરતા વણાયેલી છે, એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય છે જે આપણા સહિયારા પર્યાવરણીય અને સામાજિક ધ્યેયો સાથે નાણાંકીય મિકેનિઝમ્સને સંરેખિત કરે છે, જે ભારતને તેની નેટ ઝીરો મહત્વાકાંક્ષાઓ તરફ આગળ ધપાવે છે.”

એનએસઈ ટકાઉ રોકાણ અને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સમાં આગળ વધવાનું ચાલુ રાખે છે ત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ માહિતગાર અને સશક્ત નાણાંકીય સમુદાયને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે જે ક્લાઇમેટ ચેન્જના પડકારોને નાથવા માટે તથા સામાજિક અને પર્યાવરણીય પરિણામો લાવવા માટે તૈયાર છે.

એનએસઈ ભવિષ્યમાં આવી અનેક પહેલ યોજવા માટે આતુર છે જે નાણાંકીય બજારોના તાણાવાણામાં ટકાઉપણાને એકીકૃત કરવા અને હરિયાળા, વધુ સ્થિતિસ્થાપક અર્થતંત્રમાં પ્રદાન કરવા અમારા સમર્પણને વધુ મજબૂત બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.