NSSના ‘પરામર્શ’ અભિયાનમાંથી 15,000થી વધારે વ્યક્તિઓને નિઃશુલ્ક લાઇવ હેલ્થ કન્સલ્ટન્સી સેશનોનો લાભ મળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/05/NSS-Paramarsh-campaign-1024x536.jpg)
કોવિડ-19 રોગચાળા સામે લડવા નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ દિવ્યાંગ અને નોન-કોવિડ દર્દીઓ માટે નિઃશુલ્ક સ્પેશ્યલ લાઇવ હેલ્થ કન્સલ્ટન્સી સેશન હાથ ધર્યા હતા. આ અભિયાનનું શીર્ષક હતું – “પરામર્શ.” આ અભિયાનના ભાગરૂપે વરિષ્ઠ ડૉક્ટરોએ દિવ્યાંગજનોએ ફ્રી લાઇવ હેલ્થ કન્સલ્ટન્સી સેશન પ્રદાન કર્યું હતું. આ અભિયાન 10મેથી 14 મેના રોજ ફેસબુક અને યુટ્યુબ પર સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યું હતું.
5 દિવસના જીવંત સત્રોમાં આશરે 15,000 નોન-કોવિડ દર્દીઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જણાવવાની તક મળી હતી, જેમાં નેચરોપેથી, કૃત્રિમ અંગો અને ફિઝિયોથેરેપી સાથે સંબંધિત સમસ્યાઓ સામેલ હતી. જીવંત સત્રો દરમિયાન દુઃખાવામાં રાહત, રુમેટોઇડ આર્થ્રાઇટિસ (સંધિવા), હાડકામાં નરમ પડી જવા, સાંધામાં દુઃખાવો, પીઠમાં નીચે દુઃખાવો, ઘૂંટણમાં દુઃખાવો, સ્લિપ ડિસ્ક, નર્વ બલ્જ અને સાંધાની હલનચલનમાં દુઃખાવો સાથે સંબંધિત પ્રશ્રો પૂછવામાં આવ્યાં હતાં.
નારાયણ સેવા સંસ્થાન હોસ્પિટલના ડૉ. માનસ રંજન સાહૂએ કહ્યું હતું કે, હાલના વાતાવરણમાં દિવ્યાંગ લોકો ઘરે જમણા પગમાં નીચે દુઃખાવો, ચેતાતંત્ર પર દબાણ, સાંધાની હલનચલનમાં સમસ્યા અને હાડકામાં દુઃખાવા જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે અને તેઓ વાજબી દરે ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ ધરાવતા નથી. આ કારણે એનએસએસએ પ્રેસિડન્ટ (એનએસએસ)ના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવા આ અભિયાન શરૂ કર્યું છે.
24 માર્ચ, 2020ના રોજ પ્રથમ લોકડાઉનની જાહેરાત થયા પછી જરૂરિયાતમંદો વચ્ચે 76,000થી વધારે ફૂડ પેકેટ્સ, 40,000 માસ્ક અને 1850 પરિવારોને રાશનની સામગ્રીઓનું વિતરણ થયું હતું. ઉપરાંત દિવ્યાંગ લોકો માસ્ક સીવી અને પીપીઇ કિટ બનાવીને આપણા ફ્રન્ટલાઇન વોરિયર્સનું રક્ષણ કરવાના પ્રયાસોમાં પ્રદાન કરી રહ્યાં છે.