નેત્રામલી હાઇસ્કૂલ ખાતે એન.એસ.એસ. શિબિરનું કરાયેલું આયોજન

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ દ્વારા સાપાવાડા ગામ ખાતે એન.એસ.એસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન ગામ સફાઈ, આરોગ્ય ચકાસણી, નેત્ર નિદાન કેમ્પ , વ્યસન મુક્તિ અભિયાન, ગ્રાહક સુરક્ષા સેમિનાર, બ્લડ ચેકપ અને રક્તદાન શિબિર , સ્વચ્છતા અભિયાન, ૧૦૮ ઇમરજન્સી સેવા , ફાયર સેફ્ટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ગામમાં લોકજાગૃતિ ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શિબિરમાં ગામના સરપંચ હરેશભાઈ પટેલ, પ્રાથમિક શાળા આચાર્ય, ડો. હરિકૃષ્ણ ભાઇ, કમલેશભાઈ પટેલ તથા ગ્રામજનો ખૂબજ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.