NSUI દ્વારા પીવાના શુદ્ધ પાણી અને ફાયર સેફ્ટી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી

આજરોજ વિરમગામ વિધાર્થી સંગઠન એન.એસ.યુ. આઈ દ્વારા વિધાર્થીઓને પાણીની પડતી હાલાકી અને ITI વિરમગામમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને ફાયર સેફટી વધુ સંખ્યામાં કેમ્પસમાં નાખવા બાબતે વિરમગામ ITI ખાતે એન.એસ.યુ.આઈના હુસેન. એ. પટેલ ના વડપણ હેઠળ સમગ્ર એન.એસ.યુ.આઈ ટીમ દ્વારા આચાર્યને આ અંગે રજૂઆત કરાઈ હતી. તેમજ મેદાનમાં પાણીની ટાંકી તથા મેદાનમાં લાંબા સમયથી ખદબદી રહેલ ગંદકી સાફ કરવા કહેવામાં આવ્યું તેમજ આચાર્યએ પણ માંગો સાંભળ્યા બાદ બધીજ માંગો પુરી કરવાની તેમજ હવે આ અંગે કોઈપણ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા બાંહેધરી આપી હતી.