નૂંહ હિંસાઃ બજરંગ દળના કાર્યક્રરની હત્યામાં ‘AAP’ના નેતાની સંડોવણી
નવી દિલ્હી, હરિયાણાના નૂંહમાં હિંસા દરમિયાન, સહારા હોટલ જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ હોટલને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવી હતી.
નૂંહમાં રવિવારે સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે. પોલીસ અને પ્રશાસનનું કહેવું છે કે આ બધા ૩૧ જુલાઈની હિંસામાં સામેલ તોફાનીઓનાં છે અથવા રમખાણ ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, નૂંહ હિંસા દરમિયાન ગુરુગ્રામના પ્રદીપ શર્માના મૃત્યુના સંદર્ભમાં, પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા જાવેદ અહેમદ સહિત ૧૫૦ લોકો સામે હત્યાની એફઆઈઆર નોંધી છે. આ કેસ ગુરુગ્રામના સોહનામાં નોંધવામાં આવ્યો છે. જાેકે જાવેદનું કહેવું છે કે આ કેસ ખોટો છે, પરંતુ તે દિવસે તે આ વિસ્તારમાં નહોતો.
જાવેદ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં પવને જણાવ્યું કે ૩૧ જુલાઈના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે અમે કારમાં નૂંહથી સોહના જઈ રહ્યા હતા. વચ્ચે, નૂંહ પોલીસે અમને મદદ કરી અને અમને દ્ભસ્ઁ હાઈવે સુધી છોડી દીધા. અમને કહ્યું કે આગળનો રસ્તો ખુલ્લો છે, ચાલ્યા જાઓ. જ્યારે અમે નિરંકારી કોલેજ પાસે પહોંચ્યા તો ત્યાં ૧૫૦ લોકો ઊભા હતા.
તેમના હાથમાં પથ્થર, લોખંડના સળિયા અને પિસ્તોલ હતી. જાવેદ પણ ત્યાં હતો. તેમના કહેવા પર ગુસ્સે ભરાયેલા ટોળાએ અમારા પર હુમલો કર્યો. અમારી કાર પર પથ્થરમારો કર્યો. જેના કારણે કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. હું કારમાંથી નીચે ઊતર્યો ત્યારે જાવેદે કહ્યું તેને મારી નાખો. જે પણ થશે, હું તેને સંભાળી લઈશ.
આ સાંભળીને ૨૦-૨૫ લોકોએ અમારા પર હુમલો કર્યો. તેઓએ પ્રદીપ અને ગણપતને માર મારવાનું શરૂ કર્યું. મારી સામે જ પ્રદીપના માથા પર લોખંડનો સળિયો માર્યો હતો. જેના કારણે તે નીચે પડી ગયો હતો.