નુસરત ભરુચાને ઈજા પહોંચતા કપાળ પર લેવા પડ્યા ટાંકા
મુંબઈ, ફિલ્મ અભિનેત્રી નુસરત ભરુચા ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી અને તેણે કપાળ પર ટાંકા લેવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે નુસરત ભરુચા તેની ફિલ્મ છોરીની સિક્લવ એટલે કે છોરી ૨ માટે શૂટિંગ કરી રહી હતી અને તે દરમિયાન તેને ઈજા થઈ હતી.
આ જાણકારી નુસરત ભરુચાની મિત્ર ઈશિતા રાજે આપી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નુસરતના વીડિયો શેર કર્યા હતા, જેને નુસરતે રિ-પોસ્ટ પણ કર્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, અભિનેત્રી ઈશિતા રાજ પણ કોઈ સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી.
ઈશિતા કેમેરા સામે જાેઈને કહે છે કે, હેલો મિત્રો, તમે ધારી શકો છો કે હું ક્યાં છુ? અને અહીં હું શું કરી રહી છું? અને પછી તે નુસરતને કહે છે કે, તારે હાઈ કહેવુ છે? નુસરત ચીસ પાડીને કહે છે કે, ના. હું અહીં ટાંકા લેવડાવી રહી છું. નુસરત ભરુચાએ મિત્ર ઈશિતાનો હાથ પકડી રાખ્યો હોય છે.
તેને ચોક્કસપણે પીડા થતી હશે પરંતુ મિત્રને જાેઈને તે ખુશ થઈ ગઈ હતી. ઈશિતા કહે છે કે, અને નસીબની વાત છે કે આ સમયે હું અહીં છુ, તારી સાથે. નુસરત જવાબ આપે છે કે, હા આપણે ડેસ્ટિનીના બાળકો છીએ. મારા ટાંકા લેવાઈ રહ્યા હતા અને એકાએક તે આવી ગઈ. આઈ લવ યુ ઈશિતા. ઈશિતા તેને હળવા અંદાજમાં કહે છે કે, હું તને વિશ્વાસ અપાવુ છું કે તુ અત્યંત હોટ લાગીશ.
નુસરત તેને કહે છે કે, ટાંકાની સાથે કોઈ કેવી રીતે હોટ લાગી શકે? તો ઈશિતા જવાબ આપે છે કે, જાે, આઈબ્રો કટ સ્ટાઈલ સારી જ હોય છે. તેમણે ત્યાં હાજર ડોક્ટરને કંઈ કહેવાનુ કહ્યું તો ડોક્ટરે જણાવ્યું કે નુસરત ટૂંક સમયમાં સાજી થઈ જશે અને ટાંકાના નિશાન દેખાય પણ નહીં. આ નસીબની વાત છે કે ઈશિતાને પણ રેશ થઈ ગયા હતા અને તે આ જ સમયે હોસ્પિટલ આવી. આ બન્ને પાક્કી બહેનપણીઓ છે.
ઉલ્લેખનીય છે કે નુસરત ભરુચા અને ઈશિતાએ પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા ૨ અને સોનુ કે ટીટુ કી સ્વીટી નામની ફિલ્મમાં સાથે કામ કર્યું છે. માટે તે કો-એક્ટર્સ પણ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં જ નુસરત ભરુચાએ જાહેરાત કરી હતી કે તેણે છોરી ૨ના શૂટિંગની શરુઆત કરી છે. આ પહેલા પણ છોરી ૨ના સેટ પર નુસરત ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે તેને હાથમાં ઈજા થઈ હતી.
છોરી ૨માં નુસરતની સાથે સોહા અલી ખાન પણ જાેવા મળશે. છોરી ફિલ્મ અમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થઈ હતી. ફિલ્મ દર્શકોને પસંદ આવી હતી અને નુસરતના અભિનયના પણ વખાણ થયા હતા. છોરી ૨ સિવાય નુસરત અક્ષય કુમાર, ઈમરાન હાશમી અને ડાયના પેન્ટી સાથે સેલ્ફી ફિલ્મમાં પણ જાેવા મળશે.SS1MS