બ્લેક ડ્રેસમાં નુસરત જહાંનો જાેવા મળ્યો કાતિલ લુક
મુંબઈ, નુસરત જહા એક્ટિંગથી લઈ રાજનીતિમાં એક મોટું નામ છે. ફિલ્મો અને કામથી વધારે તો એક્ટ્રેસ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. તે દરરોજ પોતાના ફેન્સની સાથે કોઈના કોઈ તસવીર શેર કરતી રહે છે. તેની તાજેતરની પોસ્ટમાં ગ્લેમરસ અદાઓથી ફેન્સ ફિદા થઈ ગયા છે.
નુસરત જહાંના સોશિયલ મીડિયા પર ઘણા ફોટોઝ જાેવા મળી રહ્યા છે જેમાં તે બ્લેક કલરના આઉટફિટમાં પોઝ આપી રહી છે. ગ્લેમરસ અદાઓની સાથે સાથે તેનો લુક સિમ્પલ જાેવા મળી રહ્યો હતો.
એક્ટ્રેસે બ્લેક કલરના આઉટફિટની સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને આંખોમાં કાજલ લગાવી છે, જેનાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. તેની આ તસવીરને માત્ર એક કલાકમાં જ લગભગ સાઢા છ હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે અને ફેન્સ તેના આ ફોટોના વખાણ પણ કરી રહ્યા છે.
એક યુઝરે તો નુસરત જહાંનો કિલક લુક જાેઈ તેણે ૩ નોટ ૩ રાઈફલ કહી દીધી. બીજાએ લખ્યું, તમે ગોર્જિયર્સ લાગી રહ્યા છે…પરંતુ લિપ..શિટ. તે સિવાય અન્યે તો તેણે પ્રપોઝ કરી દીધું અને લુકને સુપરહોટ કહી દીધું. એટલે સુધી કે કેટલાક લોકોની પાસે તો તેના વખાણ કરવા માટે શબ્દો પણ નહોતા. નુસરત જહાં પોતાની સુંદરતાની સાથે સાથે સ્ટાઈલ માટે પણ જાણીતી છે.
તાજેતરમાં એક્ટ્રેસ પોતાની એક પોસ્ટના કારણે ચર્ચામાં આવી હતી, જેના કારણે લોકોએ તેણે ટ્રોલ પણ કરી હતી. હાલમાં નુસરત પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જાેવા મળી હતી, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ તો તેના આ ડ્રેસને ટુવાલ ગણાવ્યો હતો. આ દરમિયાન નુસરત ઘણી બોલ્ડ દેખાતી હતી. ટ્રોલર્સને તેનો આ લુક પસંદ નહોતો આવ્યો તો કેટલાક લોકોને હંમેશાંની જેમ એક્ટ્રેસનો લુક પસંદ આવ્યો હતો.SS1MS