Western Times News

Gujarati News

વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પોષણ ક્ષમ આહાર ખૂબ જ મહત્વનો: ડો. તર્લિકા ખિમસુરીયા

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી-ફ્લૂ સામે લડવામાં મદદ કરે આપણા શરીર માટે સૌથી વધુ ગરમ શાકભાજીઓ જેવી કેગાજરબટેટાડુંગળીલસણમૂળોરતાળુંશક્કરિયાબીટસલગમ વગેરે જેવા કંદમૂળ અને પાલકમેથીસરસોનમૂળીફૂદીના જેવા લીલા તાજા ભાજી ચોમાસામાં લઈ શકાય

પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સ્વાદ અને પોષણમાં પોષણ જ જીતે

શિયાળામાં જામફળદાડમ અને આમળા જેવા ફળો ત્વચાની ગુણવત્તા સુધારી શકે છે-સાઇટ્રસ ફળો વિટામિન સી અને આયર્નના શોષણમાં મદદ કરી શકે છે.

વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પોષણ ક્ષમ આહાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા કોઈ પણ ઉંમરે જરૂરી હોય છે. વિશેષમાં જો બાળપણથી જ પોષણ ક્ષમ આહારનું યોગ્ય ઘ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ આવતી નથી.  પોષણયુક્ત આહારને વધુ મહત્વ આપવાના ઉદ્દેશથી દેશભરમાં દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે.

યુવાનો સ્વાદના ચસ્કાના કારણે પોષણયુક્ત આહારથી વંચિત રહે છે. જેથી આજની પેઢી સશક્ત નહીં પણ દુર્બળ જરૂર બનતી જાય છે. સ્વાદ અને પોષણ વચ્ચે ઘણો તફાવત છે. પોષણ કેવા પ્રકારના ભોજનમાંથી પ્રાપ્ત થાય છેસ્વાદના ચટકાવાળા ભોજનમાંથી શું પોષણ પ્રાપ્ત થાય છેકેવા સમયે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ જેવી તમામ બાબતો વિશે જાણવા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ન્યુટ્રિશિયન ડો. તર્લિકા ખિમસુરીયા સાથે ખાસ વાતચીત કરી હતી. સ્વાદ સાથે પોષણ કેટલું જરૂરી છેચાલો જાણીએ. Nutritious diet is very important in the overall development of a person: Civil Nutritionist Dr. Tarlika Khimsuriya

ડો. તર્લિકા ખિમસુરીયાએ જણાવ્યું હતું કેજે ખોરાકમાંથી શરીરને આવશ્યક તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે તેવો ખોરાક એટલે કેસમતોલ આહાર આરોગવો જોઈએ. સમતોલ આહારને ત્રણ ખાદ્ય જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે જેમ કેશક્તિ આપતા ખાદ્યપદાર્થો કે જેમાં અનાજકંદમૂળઘીતેલખાંડગોળનો સમાવેશ થાય છે. વૃદ્ધિ વિકાસ અને ઘડતર કરતાં ખાદ્યપદાર્થો જેમાં દૂધ અને દૂધની બનાવટોકઠોળ જેવા ખોરાક લઈ શકાય.

આ ઉપરાંત  લીલા પાંદડા વાળા શાકભાજીપીળા અને નારંગી રંગના શાકભાજીખાટા ફળોપીડા અને નારંગી રંગના ફળો કે જે રક્ષણ અને નિયમન કરતા ખાદ્ય પદાર્થો છે તેનો આહાર લઈ શકાય.

તેમણે જણાવ્યું હતું કેસ્વાસ્થ્ય જીવન માટે દેરેક નાગરીકે ઋતુ અનુસાર ભોજન લેવું જોઈએ. મોસમી ખોરાક વધુ પોષક મૂલ્ય પ્રદાન કરે છે. ફળો અને શાકભાજી કે જે કુદરતી રીતે પાકે છે તેનો સ્વાદ વધુ સારો હોય છેતે તાજા હોય છે અને પ્રિઝર્વ્ડ ફળોની તુલનામાં સૌથી વધુ પોષક તત્વો આપે છે. શિયાળામાં જામફળદાડમ અને આમળા જેવા ફળો ત્વચાની ગુણવત્તા સુધારી શકે છે. 

અખરોટ હૃદય અને માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરી શકે છે.  શાકભાજીકઠોળ અને જવથી બનેલા સૂપ ઠંડીમાં શરીરને ગરમ રાખી શકે છે અને પોષણ મેળવી શકાય છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને સાઇટ્રસ ફળો વિટામિન સી અને આયર્નના શોષણમાં મદદ કરી શકે છે.

તે જ રીતે ઉનાળામાં ટામેટાંકાકડીઓ અને લીલા પાંદડાવાળા શાકભાજી લઈ શકાય છે. બેરીટેટી અને તરબૂચ જેવા ફળો પણ આ ઋતુમાં લઈ શકાય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. નારિયેળખાટાં ફળોકાકડીડુંગળીદહીંકેળાં જેવા ઠંડકયુક્ત ખોરાક લેવાથી ભારતમાં ઉનાળા દરમિયાન શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

લસણ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે જે ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી-ફ્લૂ સામે લડવામાં મદદ કરે આપણા શરીર માટે સૌથી વધુ ગરમ શાકભાજીઓ જેવી કેગાજરબટેટાડુંગળીલસણમૂળોરતાળુંશક્કરિયાબીટસલગમ વગેરે જેવા કંદમૂળ અને પાલકમેથીસરસોનમૂળીફૂદીના જેવા લીલા તાજા ભાજી ચોમાસામાં લઈ શકો છો તેમ પણ ડોક્ટરે ઉમેર્યું હતું.

પોષણક્ષમ આહાર વિશે વધુ માહિતી આપતા ડો. ખિમસુરીયાએ જણાવ્યું હતું કેભોજનને વય જૂથ અનુસાર અલગ પાડવામાં આવે છે. વય જૂથને આધારે દરેક લોકોના શરીરમાં પોષણની અલગ અલગ આવશ્યકતા હોય છે. માનવ શરીરને એનર્જીકાર્બોહાઈડ્રેટપ્રોટીનવિટામીન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વોની સૌથી વધારે આવશ્યકતા હોય છે. આ તમામ પ્રકારના પોષક તત્વો અનાજકંદમૂળકઠોળલીલા પાંદડા વાળા શાકભાજીદાળદૂધ અને દૂધની બનાવટોખાટા ફળોઘી-તેલખાંડ,ગોળમાંથી સારા પ્રમાણમાં શરીરને મળી રહે છે.

પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સ્વાદ અને પોષણની જુગલબંદીમાં કોણ આગળ છે તે પ્રશ્નોનો જવાબ આપતા તર્લિકા ખિમસુરીયાએ જણાવ્યું હતું કેબંને એકબીજાના પૂરક છેઆજની જનરેશનમાં જોઈએ તોઆજની પેઢી સ્વાદ પારખનારી છે અને ચટાકુ છે. ત્યારે ક્યારેક બહારનો ખોરાક ખાવો જોઈએપરંતુ આજીવન આ ખોરાક શરીર માટે હાનિકારક છે. ખોરાક બાબતે સલાહ આપતા તેમણે જણાવ્યું કેઆપણા વડીલો જે પોષણયુક્ત ઘરનો ખોરાક આરોગે છે તે જ પ્રકારનો ખોરાક આજની યુવાપેઢી અપનાવશે તો પોતાના જીવનને નિરોગી અને સ્વાસ્થ્ય બનાવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.