NXTDIGITALએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એની વૃદ્ધિ જાળવી રાખી
કંપનીએ ત્રિમાસિક ગાળામાં વ્યાજ, ધસારા અને કરવેરા અગાઉની ઊંચી આવક રૂ. 50.36 કરોડ કરી – જે અગાઉના ત્રિમાસિક ગાળાની આવક કરતાં 99 ટકાની અને વાર્ષિક ધોરણે 2.6 ટકાની વૃદ્ધિ છે
NXTDIGITALએ આજે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી – આ ત્રિમાસિક ગાળામાં કોવિડ રોગચાળાની નોંધપાત્ર અસર થઈ હતી. આ પડકારજનક પૃષ્ઠભૂમિમાં કંપનીએ એનો વિકાસ જાળવી રાખ્યો હતો અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં એની આવક રૂ. 234.82 કરોડ થઈ હતી.
કંપનીની કુલ આવક અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 3.4 ટકા વધી હતી તથા ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 2.7 ટકા વધી હતી. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની EBIDTA રૂ. 50.36 કરોડ હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 99 ટકા અને વાર્ષિક ધોરણે 2.6 ટકા વધારે હતી.
કંપનીએ આજે જણાવ્યું હતું કે, કંપની એના સબસ્ક્રાઇબરની સંખ્યા જાળવી શકી નથી, છતાં રોગચાળાથી ઊભા થયેલા ગંભીર નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે પણ એના વીડિયો અને ડેટા બિઝનેસમાં વૃદ્ધિ થઈ છે. કંપનીએ એના પ્રીપેઇડ કલેક્શન મોડ અંતર્ગત 99.5 ટકા કલેક્શનક્ષમતા જાળવી રાખી છે.
બોર્ડે એજન્ડામાં અન્ય કોઈ પણ બિઝનેસ આઇટમની જેમ મૂડીભંડોળ ઊભું કરવાની પ્રક્રિયા પર વિચાર કર્યો હતો તથા રૂ. 500 કરોડનું મૂડીભંડોળ માટે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ, રાઇટ્સ ઇશ્યૂ કે બોર્ડને ઉચિત લાગી શકે એવા અન્ય કોઈ પણ માધ્યમ સહિત વિવિધ વિકલ્પોનો અભ્યાસ કરવા અને વિશ્લેષણ કરવા ડાયરેક્ટર્સની સમિતિની રચના કરી છે.
બોર્ડે કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર શ્રી અમર ચિંતોપંથની હોલ ટાઇમ ડાયરેક્ટર, કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને કી મેનેજરિયલ પર્સન તરીકે નિમણૂક કરી હતી, જે કંપની ધારા, 2013ની કલમ 203ની જોગવાઈના સંબંધમાં તાત્કાલિક અસર સાથે લાગુ થશે.
કામગીરી માટે પ્રેરક પરિબળો
જ્યારે NXTDIGITALએ રોગચાળાના પડકારોનો સામનો કરવા પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન શ્રેણીબદ્ધ મુખ્ય પહેલો શરૂ કરી હતી, ત્યારે એના તમામ કર્મચારીઓ, એની ફ્રેન્ચાઇઝી અને ઇકોસિસ્ટમના અન્ય પાર્ટનર્સની સલામતી સુનિશ્ચિત કરી હતી. કંપનીએ આ મુશ્કેલ ત્રિમાસિક ગાળા દરમિયાન ત્રણ મુખ્ય પાસાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
§ સબસ્ક્રાઇબરો દ્વારા “ડિજિટલ પેમેન્ટ”ની સ્વીકાર્યતામાં વધારો – કંપનીએ રાષ્ટ્રીય સ્તરે “ડિજિટલ” અને “કોન્ટેક્ટલેસ” સબસ્ક્રિપ્શન કલેક્શન મોડલની બહોળી સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા સક્રિયપણે કામ કર્યું હતું. અત્યારે 85 ટકાથી વધારે ફ્રેન્ચાઇઝી ગ્રાહકો પાસેથી ડિજિટલ માધ્યમો થકી સબસ્ક્રિપ્શન કલેક્ટ કરે છે, જેમાં “ઇઝબઝ” સામેલ છે, જે ડિજિટલ કલેક્શન પ્લેટફોર્મ છે, જેની સાથે NXTDIGITAL પાર્ટનરશિપ ધરાવે છે અને લોકડાઉન અગાઉ એનો અમલ કર્યો હતો.
§ સબસ્ક્રાઇબર્સ સાથે જોડાણ સુનિશ્ચિત કરવા અને તેમને મનપસંદ સામગ્રી મળે એ સુનિશ્ચિત કરવા કન્ટેન્ટ ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું – “વિશેષ મનોરંજન પેક” જેવા ઇનોવેટિવ કન્ટેન્ટ પેકેજીસ લોંચ કર્યા હતા, જેમાં ગ્રાહકો ઓછી ફી ચુકવીને 400થી વધારે ચેનલનો આનંદ લઈ શકે છે, ત્યારે ફિઝિકલી કલેક્શન માટે લોકલ કેબલ ઓપરેટર્સ (LCOs) માટે ક્રેડિટ પીરિયડની સુવિધા આપી હતી.
§ કાળજીપૂર્વક બનાવેલો બિઝનેસ કન્ટિન્યૂઇટી પ્લાનનો અમલ કર્યો – વિવિધ ટેકનિકલ અને ઓપરેશનલ કામગીરી માટે અસરકારક L3 પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહકોને સતત સેવાઓ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, ત્યારે તમામ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરી હતી.
NXTDIGITAL લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિન્સ્લે ફર્નાન્ડિઝે પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી પર કહ્યું હતું કે, “આવશ્યક સર્વિસ તરીકે મહત્ત્વપૂર્ણ વીડિયો અને ડેટા જોડાણ પ્રદાન કરવા બહાર નીકળવું અને ગ્રાહકોને સતત સેવાઓ પ્રદાન કરવી આવશ્યક હતી અને છે, ત્યારે અમારા કર્મચારીઓ, અમારા પાર્ટનર્સ અને ઇકોસિસ્ટમની સલામતી સુનિશ્ચિત કરવી પણ મહત્ત્વપૂર્ણ હતી અને છે. પડકારજનક પૃષ્ઠભૂમિમાં પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી કાળજીપૂર્વક વિચારેલી અને અમલ કરેલી સ્ટ્રેટેજી, સાતત્યપૂર્ણ નવલીનતા અને અમારા ગ્રાહકો પ્રત્યે સતત કટિબદ્ધતાનું પરિણામ છે.”