વન અને પર્યાવરણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સાથે નયારા એનર્જીએ બે MoU સાઇન કર્યા

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MoU સાઇન કર્યા હતા.
વન અને પર્યાવરણ વિભાગ સાથેના MoU અંતર્ગત જામનગર જિલ્લાના રામસર સાઇટ તરીકે ઘોષિત ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે. સમગ્રતયા ત્રણ વર્ષ માટે કુલ ₹12 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો,
સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન ઉપરાંત ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગને આવરી લેવામાં આવ્યા છે.
ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાંકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે.