બાળકો સાથે હિંદીમાં વાતચીત કરવામાં ન્યાસા દેવગણને પડ્યા ફાંફાં
મુંબઈ, એક્ટર કપલ અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા દેવગણ પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. તે મિત્રો સાથે પાર્ટી, રિવિલિંગ આઉટફિટથી લઈને મેકઅપ સુધીના વિવિધ કારણોસર લાઈમલાઈટમાં છવાયેલી રહે છે.
હાલમાં તે ફરીથી ચર્ચામાં આવી છે અને તે પાછળનું કારણ છે તેનું તૂટેલું ફૂટેલું હિંદી. વાત એમ છે કે, તેણે મહારાષ્ટ્રના અહમદનગરના એક ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે યોજાયેલી ઈવેન્ટમાં હાજરી આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, અજયના એનવાય ફાઉન્ડેશને એક એવા ઓર્ગેનાઈઝેશન સાથે હાથ મિલાવ્યો છે, જે દેશમાં ૨૦૦થી વધારે ગામમાં એક્ટિવ છે.
અહીંયા ન્યાસાએ ડિજિટલ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં પુસ્તકો તેમજ સ્પોર્ટ્સ કિટનું વિતરણ કર્યું હતું. અહીંયા તેણે તમામ સાથે વાત કરી હતી અને તસવીરો પણ ક્લિક કરાવી હતી, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ન્યાસા દેવગણ ઈવેન્ટમાં યલ્લો કલરના સલવાર-સૂટમાં પહોંચી હતી, તેણે આ સાથે લાલ બિંદી લગાવી હતી.
અહીંયા તેણે બાળકોને મોટિવેટ કરવા માટે કંઈક બોલવાનું હતું અને તેથી તેને માઈક હાથમાં આપવામાં આવ્યું હતું. તેણે તેમને શિક્ષણ અને પુસ્તકો વાંચવાનું મહત્વ સમજાવ્યું હતું. પરંતુ તે માંડ-માંડ હિંદી બોલી શકતી હતી. તેણે કહ્યું કે ‘જ્યારે હું નાની હતી ત્યારે મને વાંચવાનો શોખ હતો. મારા મમ્મીને પણ વાંચવાનું પસંદ છે. જ્યારે ત્રીજા ધોરણમાં હતી તો એકસાથે બે-ત્રણ બૂક વાંચતી હતી.
તમને જાેઈને… તમને જાેઈને…તમને… તમને જાેઈને જે… મને એટલું ગમ્યું છે… મને વધારે ખુશી છે. મને ખબર છે કે તમે વાંચવાનું ક્યારેય બંધ નહીં કરો. કારણ કે તે તમારા માટે સારું છે’. આ વીડિયો જાેઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
એક યૂઝરે લખ્યું હતું ‘બધું ખરાબ કરી નાખ્યું’, એક યૂઝરે લખ્યું હતું ‘હિંદી ભાષા રડી રહી છે’ તો એકે લખ્યું હતું ‘આને માત્ર પાર્ટી કરતાં આવડે છે?’ આ સિવાય એક યૂઝરે લખ્યું હતું ‘આ છોકરીને શું થયું છે? આશા રાખું છું કે તે ઠીક છે. ન્યાસા દેવગણ સિંગાપોરમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ હાલ તે સ્વિત્ઝર્લેસન્ડમાં આગળનો અભ્યાસ કરી રહી છે.
તેણે ભવિષ્યમાં માતા-પિતાના પગલે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં આવવું છે કે નહીં તે અંગે નક્કી કર્યું નથી. આ વિશે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે કહ્યું હતું કે ‘તે આ લાઈનમાં આવવા માગે છે કે નહીં તેની મને જાણ નથી. આ સમયે તેને કોઈ રસ નથી. બાળકો સમય આવ્યે ર્નિણય બદલી દે છે. તે વિદેશમાં છે અને અભ્યાસ કરી રહી છે’.SS1MS